ભરૂચમાં વિદ્યાર્થીનીને પાઈપ વડે માર મારનાર મહિલા શિક્ષિકા સામે પોલીસ ફરીયાદ
વિદ્યાર્થનીઓ દ્વારા લેશન પૂરું નહિ લાવતા ઉશ્કેરાયેલ મહિલા શિક્ષિકાએ હુમલો કર્યો હતો.
સીસીટીવી ની તપાસ કર્યા બાદ મહિલા શિક્ષિકા સામે કાર્યવાહી કરશે : તપાસ અધિકારી વી જે પુરોહિત
ભરૂચ: ભરૂચ ની એક શાળા માં ફરજ બજાવતી મહિલા શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીનીઓ દ્વારા લેશન પૂરું નહિ લાવતા મહિલા શિક્ષિકા દ્વારા ઉશ્કેરાય જઈ પાઈપ વડે માર મારતા વાલી દ્વારા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક માં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી છે.તો પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ મહિલા શિક્ષિકા સામે આગળના પગલાં ભરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર ભરૂચ ના શક્તિનાથ વિસ્તાર માં આવેલી નારાયણ વિદ્યાલય માં ધોરણ ૧૧ માં કોમર્સ મહિલા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ધર્મીષ્ઠા મેગર અર્થશાસ્ત્ર અને વાણીજય વ્યવસ્થાનો વિષય લેવામાં આવે છે.ગતરોજ તારીખ ૧ લી જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ વિદ્યાર્થીઓ ક્લાસ માં હાજર હતા તે દરમ્યાન ક્લાસના વિધાર્થીઓને એન્યુઅલ ફક્સનની તૈયારી કરતા હતા તે દરમ્યાન બં ને વિષયના પેપરના જવાબો દસ દસ વખત લખી લઈ આવવાનુ લેશન આપેલ હતુ અને આ લેશન આજરોજ બતાવવાનુ હતુ
પરંતુ સ્કુલમાં એન્યુઅલ ફકશનની તૈયારી કરતા હોય જેથી મને સમય મળેલ ન હોવા છતા પાંચ પાંચ વખત પેપરના જવાબો લખેલ હતા અને આજરોજ છેલ્લા બંને પીરીયડ શિક્ષિકા ધર્મીષ્ઠાબેન મેગરના હોય જેથી શિક્ષિકા ધર્મીષ્ઠાબેન મેગર નાઓ બપોરના બાર વાગે પીરીયડ લેવા માટે આવેલ હતા અને તેમણે આપેલ લેશન ચેક કરવા માટે રોલ નંબર પ્રમાણે વિધાર્થીઓને ઉભા કરેલ હતા આ દરમ્યાન ખુશી શાહ નો નંબર આવતા શિક્ષિકાને પાંચ પાંચ વખત કરેલ લેશન બતાવતા તેઓ ગુસ્સે થઈ ક્લાસમાં પડેલ પોતુ મારવા માટેનો પાઈપનો ટુકડો પડેલ હોય તે લઈને તેને છાતીના ભાગે અને બરડાના ભાગે સપાટો મારતા મારવાના કારણે ચામડી ફાટી લોહી નીકળવા લાગેલ આ સિવાયઅન્ય વિદ્યાર્થીનીઓ ટીસા માસ્ટર પણ પાંચ પાંચ વખત લેશન લખી લાવેલ હોય
તેને પણ પાઈપના ટુકડા વડે ડાબા હાથના ખભાના ભાગે બે સપાટા મારી દીધેલ તેમજ લેશન નહિ કરનાર બીજા વિધાર્થીઓને મારેલ હતો અને શિક્ષિકા ધર્મીષ્ઠાબેને પાઈપ બતાવી ધમકી પણ આપેલ હતી કે આવતી કાલે પુરેપુરુ લેશન કરીને નહિ લાવો તો વધુ મારમારીશ અને તમને પરીક્ષામાં નાપાસ પણ કરી દઈશ.તેમ ધમકી આપેલ હતી.
આ બનાવની હકિકત પિતા નીતિનભાઈ શાહ ને પુત્રી દ્વારા કરવામાં આવતા મહિલા શિક્ષિકા વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથધરી છે.
બનાવની તપાસ કરનાર પી.એસ.આઈ વી.જે.પુરોહિત સાથે ટેલિફોનિક વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ ઘટના માં ફરિયાદી દ્વારા સીસીટીવી હોવાનું જણાવતા પોલીસ દ્વારા સીસીટીવી ટીવી ફૂટેજ ની ચકાસણી કર્યા બાદ મહિલા શિક્ષિકા સામે પગલાં ભરવામાં આવશે.