ભરૂચમાં શિક્ષિકા ના ત્રાસ થી ભાગી ગયેલી ધો.૫ ની વિદ્યાર્થીની પુણા થી મળી આવી

શાળા ની વિદ્યાર્થીની શિક્ષિકાના ત્રાસ થી કંટાળી પોતાની સાયકલ રેલવે સ્ટેશન ખાતે મૂકી પુણા પહોંચી.
ભરૂચ માં સગીર વય નો વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ગુમ થઈ હોવાની ફરીયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી. : વિદ્યાર્થી અને વિદ્યાર્થીની બંને મળી આવતા પરિવારજનો એ હાંશકારો અનુભવ્યો.
ભરૂચ: ભરૂચ ના શક્તિનાથ વિસ્તાર માંથી બે સોસાયટીઓ માંથી સગીર વય નો વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ગુમ થયા હોવાની ફરીયાદ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી હતી.જેમાં વિદ્યાર્થીની પુણા થી મળી આવી હતી.જયારે વિધાર્થી પણ મળી આવતા પરિવારજનો એ હાશકારો અનુભવ્યો હતો.પરંતુ વિદ્યાર્થીની ગુમ થવાના પ્રકરણ માં શાળા શિક્ષકો ની પજવણી સામે આવતા વાલીઓ માં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ ની નારાયણ નગર ૪ માં રહેતા મધુસુદન ધુલે ની ૧૧ વર્ષીય પ્રગતિ ધોરણ ૫ માં મહાત્મા ગાંધી રોડ આવેલ સ્કૂલ માં અભ્યાસ અર્થે ગઈ હતી.જ્યાં થી બપોર સુધી ઘરે પરત ન ફરતા પરિવાજનો ચિંતાતુર બન્યા હતા અને મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા આખરે વિદ્યાર્થીની ની ગુમ થઈ હોવાની ફરીયાદ એ ડિવિઝન પોલીસ મથક માં નોંધાવી હતી.જે ગુમ થયેલી પ્રગતિ પુણા ના રેલવે સ્ટેશને હોવાની જાણ ટેલીફોનીક થતા પરિવારજનો ખુશખુશાલ થયા હતા.
જોકે ગુમ થયેલી પ્રગતિ એ પોતાની શાળામાં રહેલા સરલા નામ ની શિક્ષિકા ના ત્રાસ થી કંટાળી જઈ પોતાની સાયકલ લઇ ભરૂચ રેલવે સ્ટેશન પહોંચી સાયકલ ને સ્ટેશને મૂકી ટ્રેન મારફતે પુના જતી રહી હતી જો કે વિદ્યાર્થીની એ પોતાની સાથે શિક્ષિકા એ ગુજારેલા અત્યાચાર અંગે ઘટસફોટ થતાં જ શાળા શિક્ષકો માં પણ ફફડાટ મચી જવા પામ્યો હતો.વિદ્યાર્થીની એ શિક્ષક ના ત્રાસ થી કંટાળી ને આ પગલું ભર્યા હોવાના નિવેદન ના પગલે વાલીઓ માં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.
તો બીજ તરફ અયોધ્યાનગર ઝુપડપટ્ટી માં રહેતા જગદીશભાઈ પરમાર નો ૧૧ વર્ષીય નીલ પણ ગમ થયો હોવાની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી હતી અને નીલ પણ મોડી રાત્રી થી વહેલી સવારે તેના મિત્ર નીલકંઠ ઝુપડપટ્ટી માં રહેતો હોઈ અને તેના ઘરે ઊંઘી ગયો હોવાનું સામે આવ્યા બાદ ગુમ થયેલો નીલ પણ મળી આવતા પરિવારજનો એ હાશકારો અનુભવ્યો હતો. ભરૂચ એ ડિવિઝન પોલીસે બંને ગુમ થયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ના નિવેદન લઇ બંને ને ફરિયાદ નો નિકાલ કરવામાં આવ્યો હતો.