ભરૂચમાં ૧૫૩૦ મીટર લાંબા ટ્રાયએન્ગલર ફ્લાયઓવર બ્રિજનો સર્વે શરૂ

ભરૂચ રેલવે સ્ટેશનથી મહંમદપુરાના વાહન વ્યવહારને જાેડતો બ્રિજ બનશે તો ટ્રાફિકનું ભારણ ઓછું થશે
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)
ભરૂચ શહેરની વધતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂપાણી સરકારે મહાત્મા ગાંધી રોડ ઉપર સેન્ટઝેવીયર્સ સ્કૂલ થી મહંમદપુરા સર્કલ સુધી પહેલો ટ્રાયએન્ગલ ૧૫૩૦ મીટર લાંબો અને ૮.૪૦ મીટર પોહળો ફ્લાયઓવર મંજુર કર્યો હતો જેનો સર્વે શરૂ થઈ ગયો છે.
તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રીએ શહેરી વિકાસ યોજનામાં ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટે રૂપિયા ૪૧ કરોડની દરખાસ્તને મંજૂરી આપી હતી.
રાજ્યના સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આવા કામોને મંજૂરી આપવાનો અભિગમ અપનાવાયો હતો.ભરૂચ નગરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ થી મહમંદપુરા સર્કલ ફલાય ઓવરબ્રીજના કામ માટે રૂપિયા ૪૧ કરોડ મંજૂર કર્યા હતા.આ ફલાય ઓવર ૧૫૩૦ મીટર લંબાઈ અને ૮.૪૦ મીટર પહોળાઈ ધરાવતો હશે.
ભરૂચમાં આ ફલાય ઓવરબ્રીજ બનવાથી ટ્રાફિક નું ભારણ ઓછું થવાથી દહેગામ અને દહેજ તરફ થી આવતા અને ભરૂચ રેલ્વે સ્ટેશન જનારા લોકો માટે અનૂકુળતા રહેશે.
આ બ્રિજની ડિઝાઈન ત્રી-પાંખીયા ટ્રાયેન્ગ્યુલર હોવાથી તાંત્રિક અને ભૌગોલિક દ્રષ્ટિએ ભરૂચ નગર પાલિકાના અગત્યના તમામ વિસ્તારોને આવરી લેવાશે.ભવિષ્યમાં નર્મદા નદી ઉપર ૯ મેજર બ્રિજ હશે જેમાં જૂનો-નવો સરદાર બ્રિજ,સિલ્વર રેલવે બ્રિજ,નર્મદા મૈયા ૪ લેન બ્રિજ,કેબલ બ્રિજ,૮ લેન એક્સ્ટ્રા ડોઝ એક્સપ્રેસ વે બ્રિજ,રેલવે બ્રિજ, બુલેટ ટ્રેન બ્રિજ અને ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ અસ્તિત્વમાં રહેશે.