ભરૂચમા મોંઘવારીના મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

પોલીસ સાથે ઘર્ષણ બાદ કોંગી અગ્રણીઓની અટકાયત
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો દ્વારા રસ્તા પર ઉતરી મોંઘવારીના મુદ્દે ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને નારાબાજી સાથે હાથમાં બેનરો લઈ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય થી કોંગી અગ્રણીઓ અને કાર્યકરો નનામી સાથે જીલ્લા કોંગ્રેસ કાર્યાલય થી મહંગાઈ મુક્ત ભારત અભિયાન” અંગે રેલી યોજી વિરોધ પ્રદર્શનમાં જાેડાયા હતા.જેમાં પોલીસે કોંગીજનોની અટકાયત કરી હતી.
ભરૂચ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી પ્રદેશ મહિલા સેવાદળ ના પ્રમુખ પ્રગતિ આહીર,જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી,યુવા પ્રમુખ શકીલ અકૂજી,શેરખાન પઠાણ,શહેર પ્રમુખ વિક્કી સોખી,પાલિકાના વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદ,
દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સહિત નનામી લઈ વિરોધ પ્રદર્શનમા જાેડાયા હતા. જેના પગલે પોલીસ સાથે પકડદાવ અને સંઘર્ષ સર્જાયો હતો.જેના પગલે એક તબક્કે સ્ટેશન રોડ પર ભારે ધમાચકડી મચી ગઈ હતી.
જેમાં અંતે કોંગી અગ્રણીઓ અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી પોલીસવાન માં લઈ જતી વેળા શાલીમાર નજીક અન્ય કાર્યકર્તાઓએ પોલીસવાન ને રોકી વિરોધ નોંધાવતા એક સમયે ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાયા હતા.તો બીજી તરફ સ્મુર્તિ ઈરાનીના પોસ્ટર ઉપર સહી લગાવી વિરોધ નોંધાવતા પોલીસ દ્વારા પુનઃ અટકાયત કરી એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.
કોંગ્રેસના સેવા દળ મહિલા પ્રેદશ અધ્યક્ષ પ્રગતિ આહીરે જણાવ્યું હતું કે શાકભાજી થી માંડી અનાજ અને મસાલાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.તેવા સંજાેગોમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.ભાજપ સરકાર દ્વારા કોઈપણ રીતે આ ભાવ વધારાને અંકુશમાં લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં નથી
આવતા તેવા સંજાેગોમાં કોંગ્રેસ સમિતિ દ્વારા લોકોનો અવાજ બની વિરોધ પ્રદર્શિત કરાયો હતો.જેમાં જાણે સરકાર પાસે મહિલા પોલીસ ન હોય તેમ પુરુષ પોલીસ ને આગળ કરી મહિલાઓ સાથે ખેંચતાણ કરવી અને પુરુષ કાર્યકરો સાથે મહિલા પોલીસ દ્વારા ખેંચતાણ કરવામાં આવતા એક સમયે પોલીસ સામે આક્રોશ ઠાલવ્યો હતો.