ભરૂચ – અંકલેશ્વરને જાેડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ – અંક્લેશ્વરને જાેડતા નર્મદા મૈયા બ્રિજ લોકાર્પણ બાદ અકસ્માત ઝોન અને બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવવામાં માટે સ્યુસાઈટ બ્રિજ બની ગયો હોય તેમ અકસ્માતોની વણઝાર અને સ્યુસાઈટ માટે મોતની છલાંગ લગાવવા માટેનો સિલસિલો યથાવત રહ્યો છે.
ત્યારે વધુ એક ટ્રિપલ વાહન વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી અને નર્મદા મૈયા બ્રિજ ઉપર બંને છેડે પોલીસ પોઈન્ટ ન હોવાના કારણે ટ્રાફિકજામને હળવો કરવા માટે હાલાકી ભોગવવી પડી રહી છે.
ભરૂચ – અંકલેશ્વરને જાેડતા નર્મદા મૈયા બ્રિજ ઉપરના દક્ષિણ છેડે અકસ્માતોની ઘટનાઓ નોંધાઈ રહી છે.ત્યારે સતત બીજા છેડે સતત બીજા દિવસે પણ અંકલેશ્વરના દક્ષિણ છેડે ભરૂચ તરફ આવતા ફોર વ્હીલર ટેમ્પા ચાલકે અચાનક બ્રેક મારી દેતા પાછળ આવતી બે કાર ઉપરાછાપરી ધડાકા સાથે અથડાઈ હતી.
જેના કારણે બે કાર અને ટેમ્પાને મોટું નુકશાન થયું હતું.જેના પગલે સતત અંકલેશ્વર તરફ ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી હતી અને અકસ્માતના કારણે વારંવાર ટ્રાફિકજામની સમસ્યાના કારણે ભરૂચ – અંકલેશ્વર વચ્ચે અપડાઉન કરતા નોકરીયાતો અટવાઈ રહ્યા છે.ત્યારે નર્મદા મૈયા બ્રિજના બંને છેડા ઉપર ટ્રાફિકજામને હળવો કરવા ટ્રાફિક પોઈન્ટ ઉભા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે નર્મદા મૈયા બ્રિજના દક્ષિણ છેડે સ્ટ્રીટ લાઈટો પણ બંધ હોવાના કારણે સતત ટ્રાફિકજામની સમસ્યા સાથે અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે.ત્યારે નર્મદા મૈયા બ્રિજના દક્ષિણ છેડાની સ્ટ્રીટ લાઈટ બંધ રહેતી હોવાના કારણે અંધારપટના કારણે અઘટિત ઘટના ન બને તે માટે સ્ટ્રીટ વહેલી ટકે લાઈટ ચાલુ કરવામાં આવે તે જરૂરી છે.