ભરૂચ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિસદ દ્વારા નગરપાલિકાના કઢી ખીચડી મુદ્દે રજૂઆત
ભરૂચ: ભરૂચ નગરપાલિકા એ પુર અસરગ્રસ્તો ને ખવડાવેલી કઢી ખીચડી નું બીલ ૬ લાખ ૮૪ હજાર નું સામાન્ય સભા માં પસાર કરવા મુકાતા તેમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ સાથે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિસદ દ્વારા પાલિકા પ્રમુખ ને રજૂઆત કરી તપાસ ની માંગણી કરી હતી.
વરસાદી ઋતુ માં નર્મદા નદી માં આવેલા પુર ના અસરગ્રસ્તો ને ભરૂચ નગરપાલિકા દ્વારા કઢી ખીચડી ખવડાવી હતી.જેનું બીલ ૬ લાખ ૮૪ હજાર ફરાસખાના દ્વારા આપવામાં આવ્યું હતું.જે બીલ ને પસાર કરવા પાલિકા ની મળેલ સામાન્ય સભા માં મંજુર કરવા મુકતાની સાથે જ વિપક્ષીઓ એ હોબાળો મચાવી કઢી ખીચડી કૌભાંડ માં મોટી ખાયકી થઈ હોવાના આક્ષેપ થતા અસરગ્રસ્તો ને સેવાભાવી સંસ્થાઓ એ પણ ૧૮ દિવસ ભોજન કરાવ્યું હતું.
તેનું બીલ માત્ર સવા લાખ થઈ છે.તો ભરૂચ નગરપાલિકા ની કઢી ખીચડી નું ૬ લાખ ૮૪ હજાર કઈ રીતે થયુ.જેને લઈ હવે સેવાભાવી સંસ્થા આંતરરાષ્ટ્રીય હિંદુ પરિસદ ના ૧૦૦ થી વધુ લોકો એ પણ પુર અસરગ્રસ્તો ને મદદ કરી હતી અને તેઓ દ્વારા પણ જમાડવામાં આવ્યું હતું.જેને લઈ તેઓ એ પણ નગર પાલિકા ના કઢી ખીચડી કૌભાંડ સામે તેઓએ પણ વિરોધ નો સુર ઉઠાવી નગર પાલિકા ના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા ને રજૂઆત કરી તપાસ ના આદેશ આપવાની માંગ ઉઠાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પુર અસરગ્રસ્તો ને જમાડવામાં આવેલ કઢી ખીચડી માં કૌભાંડ કરવામાં આવ્યું હોવાના વિપક્ષ ના આક્ષેપ બાદ હવે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્વારા પણ હવે તેનો સુર ઉઠાવવામાં આવ્યો છે.ત્યારે પાલિકા દ્વારા આ અંગે ક્યાં પ્રકાર ના પગલા ભરે છે જે જોવું રહ્યુ.