Western Times News

Gujarati News

ભરૂચ એલ.સી.બી એ ઈન્જેક્શનોના કાળાબજાર કરતા બે ઈસમોને ૯ ઈન્જેક્શનો સાથે ઝડપી પાડ્યા

૩,૦૦૦ અને ૮૯૯ ની કિંમત વાળા ૨ કંપનીના ઈન્જેક્શનનો રૂપિયા ૧૦ થી ૧૫ હજાર સુધી ભાવ વસુલવાનો વેપલો.

ફરાર ડોક્ટરને ઝબ્બે કરવા કવાયત સાથે મેડિકલ માફિયાઓ પાસે ઈન્જેક્શન ક્યાંથી લાવતા અને અન્યની સંડોવણીની તપાસ શરૂ.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: કોરોના કાળમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે કાળાબજાર મેડિકલ માફિયાઓ દ્વારા જ કરાઈ રહ્યો હોવાનો ભરૂચ એલ.સી.બી એ હાથ ધરેલા ઓપરેશનમાં અંકલેશ્વર થી ઘટસ્ફોટ થયો છે.આઈ ૧૦ કારમાં રેમડેસિવિર ઈન્જેક્શનનો વેપલો કરવા નીકળેલા ૨ આઓપીઓને એલ.સી.બી એ ૯ રેમડેસિવિર ઈન્જેક્શન સાથે પકડી લીધા છે.જોકે આ કાળા બજારીમાં સંડોવાયેલ ડો. સિદ્ધાર્થ મહિડા ફરાર થઈ ગયો છે.

અંકલેશ્વર થી એલ.સી.બી એ રેમડેસિવિર ઈન્જેક્શનની કાળા બજારીનું કૌભાંડ ઉજાગર કર્યું છે.અંકલેશ્વરમાં કારમાં ઈન્જેક્શન વેચવા ફરતા ૨ ઈસમો ઝડપતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે.પોલીસના દરોડામાં ડોકટર નાસી છૂટ્યો છે.કોરોનાના વધતા કેસો અને મૃત્યુ વચ્ચે સ્વજનોના જીવ બચાવવાની આશ ને લઈ લોકો રેમડેસિવિર ઈન્જેક્શન માટે વલખા મારી રહ્યા છે.ત્યારે સરકાર સસ્તા ભાવે ઈન્જેક્શન દર્દીઓ સુધી પહોંચી તેવા પ્રયત્નો પર કાળા બજારીયા પાણી ફેરવી રહ્યા છે.

ભરૂચ એલ.સી.બી પી.એસ.આઈ અનિલ ચૌહાણ પેટ્રોલિંગમાં હતા.તે દરમ્યાન તેમને કારમાં કેટલાક લોકો રેમડેસિવિર વેચવા ફરતા હોવાની માહિતી મળી હતી.હાલ રેમડેસિવિર ઈન્જેકશના સંગ્રહ રાખવા પર મનાઈ છે.પોલીસે ગોઠેલા છટકામાં i10 કારમાં રાઘવેન્દ્રસિંગ અને ઋષાંક નામના ૨ યુવાનો તેમની પાસે પહોંચ્યા હતા.બન્નેની અટકાયત કરી જડતી લેવામાં આવતા રેમડેસિવિર ના બે અલગ અલગ કંપનીઓના ૯ ઈન્જેક્શન મળી આવ્યા હતા.

પૂછપરછ બાદ આ બંને સાથે નેત્રંગના ડો.સિદ્ધાર્થ મહીડાની પણ સંડોવણી બહાર આવી છે.અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ભરૂચ એલ.સી.બી એ આ ટોળકી ઈન્જકેશન ક્યાંથી અને કેવી રીતે મેળવી કાળા બજાર કરી રહી હતી તેમજ આ વેપલામાં કોણ કોણ જોડાયેલું છે તેની તપાસ હાથધરી છે.

રેમડેસિવિર બાદ ૯ ઈન્જેક્શનો પૈકી 5 BDREM – 100 કંપનીના,જેની ૧ ઈન્જેકશનની આશરે કિમંત રૂપિયા ૩૦૦૦
લેખે કુલ ૧,૫૦,૦૦૦ તેમજ Remdesivir for injection 100 mg ,Cadila Health care Limitedના રૂપિયા ૮૯૯ નું ૧ જે કુલ ૪ મળી રૂપિયા ૩૫૯૬ પોલીસે જપ્ત કર્યા છે.

સાથે જ બન્ને આરોપી પાસેથી રૂપિયા ૨૦,૦૦૦ ના ૨ મોબાઈલ ફોન, રોકડા રૂપિયા ૧.૭૭ લાખ અને કાર મળી કુલ રૂપિયા ૭.૧૫ લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ઝડપાયેલા બંને આરોપી અને વોન્ટેડ તબીબ સામે આવશ્યક ધારા ડિઝાસ્ટર એક્ટ અને કાળા બજારી સહિતનો ગુનો નોંધવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.