ભરૂચ ખાતે આંગણવાડી અને આશાવર્કર બહેનોએ સૂત્રોચ્ચાર કરી આવેદન પાઠવ્યું
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ કલેકટર કચેરી ખાતે આંગણવાડી અને આશાવર્કર કર્મચારીઓ એ વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે દેખાવો કરી આવેદન પત્ર પાઠવ્યું હતું. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કસ યુનિયન દ્વારા આંગણવાડી,આશા અને ફેસીલીટર બહેનો કામનો વધુ બોજ,ઓછું વેતન,કુપોષિત બાળકો માટે ફાળવણી માં વધારા સહીત ની વિવિધ પડતર માંગણીઓ ના મુદ્દે ભરૂચ કલેકટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે દેખાવો યોજી તેઓ ની માંગણી બુલંદ બનાવી હતી અને ઈન્ચાર્જ અધિક કલેકટર જે.પી.અસારી ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
આંગણવાડી અને આશા વર્કર બહેનો ની વિવિધ માંગણીઓ ના મુદ્દે ઘણા લાંબા સમય થી આંદોલન નો સહારો લેવામાં આવી રહ્યો છે.ત્યારે તેઓ ના પ્રશ્નો નું કાયમી નિવારણ માટે ના પ્રયાસો કરવામાં આવે તે જરૂરી છે.નહિ તો આવનાર દિવસો માં આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહિ.*