ભરૂચ ખાતે સ્ટેટ લેવલની ઓપન ભરૂચ ડીસ્ટ્રીકટ રાઈફલ શુટિંગ કોમ્પીટીશનનો પ્રારંભ
(પ્રતિનિધિ) ભરૂચ 08062019 : ભરૂચ ડીસ્ટ્રીકટ રાઈફલ શૂટિંગ એસોસીએશન દ્વારા ઓપન ભરૂચ ડીસ્ટ્રીકટ શૂટિંગ કોમ્પીટીશન ૨૦૧૯ નું આવ્યું હતું.જેમાં ગુજરાત ભર માંથી ૨૦૦ વધુ શુટરસો એ લીધો હતો.
ભરૂચના નેશનલ હાઈવે પર ના વડદલા સબ માર્કેટ ખાતે ગુજરાત સ્ટેટ રાઈફલ શૂટિંગ એસોસીએશન ના સહયોગ થી ચોથી ઓપન ભરૂચ ડીસ્ટ્રીકટ રાઈફલ શુટિંગ કોમ્પીટીશન નું આયોજન ૮ અને ૯ મી તારીખ દરમ્યાન કરવામાં આવ્યું છે જેનો આજે પ્રારંભ થયો હતો.જેમાં રાઈફલ શુર્ટગ વિવિધ કેટેગરી માં ગુજરાત ના અમદાવાદ,રાજકોટ,પોરબંદર,સુરત અને વડોદરા સહિત ભાવનગર અને કચ્છ ના ૨૦૦ થી વધુ શૂટર્સ ભાગ લઈ રહ્યા છે.
આ પ્રસંગે ગુજરાત સ્ટેટ રાઈફલ એસોસીએશન ના પ્રદીપચંદ ગીરી ઉપરાંત ભરૂચ ડીસ્ટ્રીકટ રાઈફલ શૂટિંગ એસોસીએશન ના નેશનલ પ્લેયર મિત્તલ ગોહિલ અને અન્ય હોદ્દેદારો એ ઉપસ્થિત રહી સ્પર્ધક શૂટર્સ નો ઉત્સાહ વધારી રહ્યા છે.
તો બીજી તરફ વડોદરા થી આવેલ ઋતુ પટેલે જણાવ્યું હતું કે તે ભરૂચ ખાતે યોજાયેલ ઓપન ટૂર્નામેન્ટ ના પ્રારંભ તેને ભાગ લીધો છે અને તે અગાઉ વડોદરા ડિસ્ટ્રીકટ રમી ચુકી છે અને હવે તે સ્ટેટ રમવા માટે તૈયારી કરતી હોય જેને લઈને તે જ્યાં પણ થતી ડીસ્ટ્રીકટ અને ઓપન કોમ્પીટીશન માં ભાગ લઈ રહી છે
તો વધુ માં જણાવ્યું હતું કે ભરૂચ ખાતે ની રેન્જ ખૂબ સરસ છે અને સારી ક્વોલિફાઈડ પણ છે અને સાથે સાથે મેનેજમેન્ટ પણ સારું છે.જેથી અહીં રમી તેને ખૂબ આનંદ ની અનુભૂતિ થઈ હતી.
જ્યારે અમદાવાદ ખાતે થી આવેલ કૈટરીના અલબત્તટીકાએ છેલ્લા એક વર્ષ થી તેને આ શૂટિંગ માટે જોઈન્ટ કર્યું છે અને તે સાત મહિના માં જ નેશનલ શૂટર્સ બની ચુકી છે અને તે ડિસ્ટ્રીકટ લેવલ ખાતે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલો પણ મેળવી ચુકી છે.તે ભરૂચ ખાતે બીજી વાર આવી છે અને તે અગાઉ પણ આવવા માંગે છે તો આ કોમ્પીટીશન માં વધુ માં વધુ લોકો ભાગ લે માટે તેને અપીલ પણ કરી હતી
અમે વધુ માં જણાવ્યું હતું કે આ રેન્જ સારી કજે અને નાની જરૂર રેન્જ છે પણ નેશનલ કોમ્પીટીશન રમતા હોય તેવી ફીલિંગ્સ આવે છે.જેથી સારી રીતે તેઓ નું પર્ફોમન્સ આપી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લા ના ૬ જેટલા શૂટર્સ હાલ માં જ સુરત ખાતે રાજયકક્ષા ની શુટિંગ સ્પર્ધા માં ભાગ લઈ ૧૬ જેટલા મેડલ્સ મેળવતા સમગ્ર રાજ્ય માં ભરૂચ જીલ્લો પ્રથમ ક્રમાંકે રહ્યો હતો.તો છેલ્લા ચાર વર્ષ થી ભરૂચ માં રાઈફલ શુટિંગ ક્ષેત્ર માં પણ યુવાન અને યુવતીઓ રસ લઈ નેશનલ અને ઈન્ટરનેશનલ માં પહોંચવાની ક્ષમતા કેળવી રહ્યા છે.*