ભરૂચ ખાતે NSUI અને યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
ભરૂચ: એનએસયુઆઈ ના કાર્યકરો પર અમદાવાદ માં થયેલ હુમલા ના વિરોધ માં ભરૂચ ખાતે એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસે ૧૫ થી વધુ અગ્રણીઓ ની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો.
અમદાવાદ માં એનએસયુઆઈ ના કાર્યકરો પર કરવામાં આવેલ હિંસક હુમલા ના વિરોધ માં ભરૂચ ની જે.પી.કોલેજ અને એમ.કે.કોલેજ ની બહાર એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સાકાર સામે સુત્રોચ્ચાર કરવા સાથે ટ્રાફિકજામ કરવાનો પ્રયાસ કરતા ત્યાં તહેનાત પોલીસ દોડતી થઈ ગઈ હતી.ભરૂચ જીલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ,એનએસયુઆઈ જીલ્લા પ્રમુખ યોગેશ પટેલ સહીત મોટી સંખ્યા માં કાર્યકરો વિરોધ પ્રદર્શન માં જોડાયા હતા. પોલીસે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ ના ૧૫ થી વધુ અગ્રણીઓ ની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો.