ભરૂચ જિલ્લામાં રમઝાન ઈદની ઉજવણી
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લામાં આજરોજ રમઝાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી.આ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકાર દ્વારા ધાર્મિક તહેવારો માટે છૂટછાટ આપવામાં આવી હતી.
ભરૂચમાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા આજરોજ ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચ જીલ્લામાં મુસ્લિમ બિરાદરોએ રમઝાન માસમાં રોજા રાખી ખુદાની બંદગી અને ઈબાદત કરી હતી.
ગતરોજ ચાંદ દેખાતા મંગળવારના રોજ જીલ્લામાં મુસ્લિમ બિરાદરોએ ઈદ-ફૂલ-ફિત્રની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી.એકમેકના ઘરે જઈ ઈદની શુભેચ્છા પાઠવી મોઢું મીઠું કરી પર્વની ઉજવણી કરી હતી.
અંકલેશ્વરના ઈદગાહ મેદાન ખાતે પણ નમાજ અદા કરવામાં આવી હતી અને દેશમાં ભાઈચારા સાથે એમાં શાંતિ બની રહે તે માટે દુઆઓ કરવામાં આવી હતી અને એકમેકને ઈદની શુભેચ્છા પાઠવી હતી.ત્યારે ભરૂચ જીલ્લા પોલીસવડા ડૉ.લીના પાટીલ અને ડીવાયએસપી ચિરાગ દેસાઈએ રમઝાન ઈદના તહેવાર શાંતિ સુલેહ જળવાઈ રહે તે માટે અંકલેશ્વરના ઈદગાહ મેદાન ખાતે પહોંચ્યા હતા અને મુસ્લિમ બિરાદરોને ઈદના તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી.