ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રેલી સાથે કર્યું “જન વેદના આંદોલન”, પાઠવ્યું આવેદન
ભરૂચ :ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રાજ્યપાલને ઉદ્દેશીને ભરૂચ કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે સુત્રોચ્ચાર સાથે પહોંચી આવેદન પાઠવ્યું હતું.આવેદનમાં જન વેદના વર્ણવતા જણાવાયું હતું કે, કેંન્દ્ર તેમજ રાજ્યની ભાજપ સરકારની પ્રજા વિરોધી નિતિઓ અને સરેઆમ નિષ્ફળતાઓને પરિણામે જ સર્જાયેલી આર્થિક મંદી, બેરોજગારીનું વિક્રમજનક વધારે પ્રમાણ અતિવૃષ્ટિ – કમોસમી વરસાદને કારણે ખેડૂતોની આર્થિક બરબાદી-પાક વીમો ન મળવો, કાયદો-વ્યવસ્થા પડી ભાંગવી, આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો, બેંકીગ વ્યવસ્થા તૂટી પડવી વગેરે જેવી સમસ્યારનોથી પ્રજા હાડમારી સહન કરી રહી છે.
બેંકોમાં થયેલા પ્રકરણનાં કારણે બેંકો નબળી પડી છે અને આખા દેશમાં આર્થિક અરાજકતાનો માહોલ ઊભો થયો છે.જીવન-જસરિયાતની ચીજ-વસ્તુઓમાં બેફામ ભાવો વધ્યા છે, મોઘવારી વધી છે, અને પરિણામે જનતાની હાલત બંદથી બદતર થઈ રહી છે.
ભરૂચ જીલ્લામાં ખેડૂતોને અતિવૃષ્ટિને કારણે નર્મદા નદીના કિનારે આવેલા ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર તાલુકાનાં ખેડૂતોના પાકને વારંવાર નુકશાન થયું છે. સરકાર તરફથી ખેડૂતોને હજી પણ વળતર ચુકવાયું નથી.ભરૂચ શહેર તથા જીલ્લાના બધા મુખ્ય માર્ગો પર ખુબજ મોટા ખાડા છે. તેમા ખાસ કરીને ABC ચોકડીથી લઈ દહેજ જવાનો માર્ગ અત્યંત બિસ્માર છે. તેમાં જંબુસર બાયપાસ રોડની વારંવાર રજૂઆત કરવા છતાં પણ રસ્તો બનાવવામાં આવ્યો નથી. આવા ખાડાઓનાં કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જાન હાનિ થાય છે. તે ખુબજ દૂ:ખદ છે. આરોગ્ય ક્ષેત્રે પણ ડેન્ગ્યુનાં કારણે ૦૭થી વધારે લોકોના મૃત્યુ થયા છે.
નગરપાલિકાનાં ફોગીંગ મશીનો પણ બંધ હાલતમાં છે,આમાં ખારોગ્ય તંત્ર ખુદ વેન્ટીલેટર પર હોય એમ લાગી રહ્યું છે. ભરૂચ શહેર તથા જીલ્લાની જનતામાં મોંઘવારી, ખરાબ રોડ-રસ્તા, ખેડૂતો તેમનાં પાકને થયેલ નુકશાન બાબતે, યુવાઓ બેરોજગારીના કારણે ત્રસ્ત અને હેરાન-પરેશાન છે. ત્યારે ભાજપા સરકાર ખોટા વાયદાઓ અને તાયફાઓ બંધ કરી પ્રજાલક્ષી કામો કરે અને તાત્કાલિક અસરથી પીડાનો, સમસ્યાનો ઉકેલ લાવે તે માટેના પ્રયત્નો હાથ ધરે એવી વિનંતી કરી છે.