ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે ધરણા પર
વારંવારની રજૂઆત બાદ પણ સરકારના પેટનું પાણી ન હતા પ્રાથમિક શિક્ષક સંઘ રસ્તા ઉપર
ભરૂચ: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે જોડાયેલ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈ ધરણા પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા હતા.
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના મુખ્ય પાંચ મુદ્દાઓ રહેલા છે જેમાં જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવી.છઠ્ઠા પગાર પંચની વિષમતાઓને દૂર કરી સાતમા પગાર પંચની સંપૂર્ણ અમલ વાળી તારીખ ૧/૧/૨૦૧૬ ની અસરથી સમગ્ર દેશના બધા શિક્ષકો માટે સમાનરૂપે રાખું કરવી. દેશના બધા રાજ્યોમાં ફિક્સ પગાર શિક્ષકો પેરા ટીચર્સ શિક્ષક સહાયક વિદ્યા સહાયક ગણ શિક્ષકો અથવા નિયોજિત શિક્ષકો ને ૩૧મી માર્ચ ૨૦૨૧ પહેલા એક સરખું વેતન આપવામાં આવે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં શિક્ષકને હાનિકર્તા બાબતો દૂર કરવી.શિક્ષક લાયકાત માટે લેવાતી પરીક્ષાઓ શિક્ષકો માટેની પરીક્ષા પહેલાં પૂર્વ આયોજન થાય તેમ કરવું જે વિવિધ માંગણીઓને લઈ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના સભ્યો તથા શિક્ષકો ભરૂચના શક્તિનાથ ના પટાંગણમાં ધરણા પ્રદર્શન શરૂ કરતા તંત્રમાં ફફડાટ ઉભો થવા પામ્યો છે.