ભરૂચ જીલ્લાના માછીમારો નવી સીઝન માટે સજ્જ
બોટની મરામત અને રંગરોગાન કરતા માછીમારો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લાના માછીમારો નવી સીઝન માટે બોટની મરામત સાથે સજ્જ થઈ રહ્યા છે. નર્મદાના તટે વસેલ ભરૂચ સહિત પૂર્વ અને પશ્ચિમ પટ્ટી પર નર્મદા કિનારે આવેલા ગામોમાં મછીમારી પર ખૂબ મોટા પ્રમાણમાં અનેક પરિવારો જીવન નિર્વાહ કરે છે.
ત્યારે ભરૂચ ના ભાડભુત ખાતે ૫૦૦ થી વધુ માછીમાર પરિવારો વસવાટ કરે છે.આ માછીમારો આગામી દેવપોઢી અગિયારસ થી નર્મદા મૈયાના પૂજન સાથે માછીમારી નવી સીઝનનો પ્રારંભ કરતા હોય છે.જે માટે હાલમાં આ માછીમારો પોતાની બોટોની મરામત કરવા સાથે રંગરોગાન કરી દરિયો ખેડવા સજ્જ થઈ રહ્યા છે.જેથી ભાડભુતના નર્મદા તટે લાંગરેલી બોટોનું મરામતનું કાર્ય પુરજોશ માં ચાલી રહ્યું છે.
ભાડભુત સહિત જીલ્લાના માછીમારોએ આગામી વરસાદી ઋતુને ધ્યાને રાખી પોતાની બોટોની મરામત સાથે રંગરોગાન કરી નવી આશા સાથે નવી સીઝન ની શરૂઆત માટે સજ્જ બન્યા છે.