ભરૂચ જીલ્લાના ૧૦૮ ઈમરજન્સીના મુસ્લિમ કર્મચારીઓ રમઝાન માસમાં પણ ફરજ બજાવવા કટિબદ્ધ
પોતાના કાર્ય સ્થળે જ સમય મળ્યે નમાજ અદા કરે છે
(વિરલ રાણા, ભરૂચ), હાલમાં કોરોના રુપી વિશ્વવ્યાપી મહામારી ચાલી રહી છે.જે પુરા વિશ્વમાં મોટાભાગના દરેક દેસોમાં ફેલાયલી છે.અન્ય દેશોની જેમ ભારત દેશમાં તેમજ આપણા ગુજરાત રાજ્યમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓ દેખાવાનું શરુ થયુ ત્યારે તેને કંટ્રોલમાં રાખવા દેશવ્યાપી લોક ડાઉન જાહેર કરાયુ.કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે અત્યારે આરોગ્ય કર્મચારીઓ રાત દિવસ ખડે પગે મહેનત કરી રહ્યા છે.૧૦૮ ઈમરજન્સી સેવા પણ આરોગ્ય વિભાગનું એક મહત્વનું અંગ છે.
હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે.ભરુચ જીલ્લામાં ૧૦૮ ઈમરજન્સી સેવામાં કુલ ૮૦ જેટલા આરોગ્ય કર્મીઓ ફરજ બજાવે છે.તેમાં ૧૨ જેટલા મુસ્લીમ કર્મચારીઓ પણ છે.આ કપરી પરિસ્થિતિના સમયે તંત્ર લોકો સાથે મળી આ મહામારીને પહોંચી વળવા કટિબદ્ધ થયું છે અને સહુ કોઈ આ મહામારી થી બચવા માટે બનતા પ્રયત્નો કરી રહ્યા છે.આ પ્રયત્નોના ભાગરૂપે ભરૂચ જીલ્લાની અંદર જીવીકે ઈએમ આર આઈ ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓ પણ દિવસ અને રાત લોકોની સેવા માટે કાર્યરત છે.તેમાં પણ વિશેષ હાલમાં રમજાનનો પવિત્ર માસ શરૂ થયેલ છે આ પવિત્ર માસની અંદર મુસ્લિમ ભાઈઓ અલ્લાહની ઇબાદત કરી માનવ કલ્યાણ માટેની દુઆઓ માંગતા હોય છે.
તેનાજ ભાગરૂપે ભરૂચ જીલ્લામાં ૧૦૮ ઈમરજન્સી સેવામાં કાર્યરત મુસ્લિમ ભાઈઓ પણ આ પવિત્ર રમજાન માસમાં પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર કોરોના રૂપી મહામારી સામે લડત આપવા તેમજ લોકોનો જીવ બચાવવા માટે કટિબદ્ધ થયા છે.આ પવિત્ર માસમાં જ્યારે નમાઝ પઢવા જવાનું હોય ત્યારે હાલની પરિસ્થિતિ જોતા તેઓ પોતાના કાર્યસ્થળ પરજ નમાજ અદા કરે છે અને માનવજીવન બચાવવા સંકલ્પ કરે છે.
હાલના કોરોના ગ્રસ્ત માહોલ વચ્ચે ભરુચ જીલ્લાના ૧૦૮ ઈમરજન્સી સેવામાં કામ કરતા તમામ કર્મચારીઓનું હાલ એકજ ધ્યેય છે અને તે ભરૂચ જીલ્લાના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે કટિબદ્ધ રહેવું.લોકોને કોઈપણ મુશ્કેલી જણાય તો તરત જ તેમની વહારે જવું.તો કર્મચારીઓની આ ઉમદા કામગીરી અને કર્તવ્ય નિષ્ઠાને બિરદાવા લાયક છે.