ભરૂચ જીલ્લામાં કોરોનાનો રાફડો : બે તબીબો સહિત ૨૮ પોઝીટીવ
તંત્ર ની નિષ્કાળજી અને નાગરીકોની બેદરકારીના કારણે વકરી રહ્યો છે કોરોના : શું વહીવટી તંત્ર જીલ્લા પૂરતું લોકડાઉન ન કરી શકે?
વધતા જતા કોરોનાને લઈ શ્રાવણીયા મેઘમેળાના આયોજકો મૂંઝવણમાં : મેઘમેળા ઉપર કોરોનાનું ગ્રહણ લાગે તેવા એંધાણ
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લા માં અત્યાર સુધીમાં સૌથી વધુ નવા 28 કોરોના પોઝીટીવ કેસ મંગળવાર ના રોજ નોંધાતા જીલ્લાનો આંકડો પાંચ સેન્ચુરીને પાર થયો છે.જેમાં બે તબીબો પણ કોરોના ના સંક્રમણ માં આવ્યા છે.ત્યારે ભરૂચ ખાતે ઉજવાતા મેઘમેળાને લઈ આયોજકો પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે.ભરૂચ માં વર્ષો થી ભરાતા મેઘમેળા ને પણ શું કોરોનાનું ગ્રહણ લાગશે?તે પ્રશ્નને લઈ ભરૂચવાસીઓમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે.ત્યારે અનેક ધાર્મિક તહેવારો ઉપર રોક લાગી ગઈ છે.ભરૂચ જીલ્લા માં વધી રહેલા કોરોના પોઝીટીવ ની સંખ્યા ને લઈ ભગવાન જગન્નાથ ની રથયાત્રા ની પરંપરા તૂટી હતી અને માત્ર મંદિર પરિષદ માં ફેરવવામાં આવી હતી.
ત્યારે હવે ભરૂચ જીલ્લા માં સતત કોરોનાની વધતી જતા સંખ્યા ને પગલે રૂચવાસીઓની ચિંતામાં પણ વધારો થયો છે.તંત્રની નિષ્કાળજી અને નગરજનો ની બેદરકારી ના કારણે કોરોના બિલાડી ની ટોપ ની માફક ફૂટી રહ્યો છે અને દિવસે દિવસે વધી રહ્યો છે.ત્યારે ભરૂચ જીલ્લા માં તબીબો સહીત નવા ૨૮ કોરોના પોઝીટીવ કેસ મંગળવારના રોજ નોંધાતાની સાથે જ જીલ્લાનો આંક ૫૦૩ ઉપર પહોંચ્યો છે.
કોરોના ના વધતા સંક્રમણ ને લઈને ભરૂચ શહેર ના સોનેરી મહેલ સ્થતિ યોજાતા શ્રાવણીયા મેઘમેળાના આયોજકો પણ હવે મૂંઝવણ અનુભવી રહ્યા છે.માત્ર ભરૂચ ખાતે જ મેઘ ઉત્સવ ઉજવાય છે.ત્યારે આ વર્ષે પણ મેઘમેળાને કોરોના નું ગ્રહણ લાગે તો નવાઈ નહિ.કારણ કે આ મેળામાં ભારતભર માંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટતા હોય છે.ત્યારે તાજેતર માં ચાલી રહેલી કોરોના વાયરસ ની મહામારી ના કારણે મેઘમેળાને પણ કોરોના નું ગ્રહણ લાગે તેવી ચર્ચાઓ આ ભારે જોર પકડ્યું છે.