Western Times News

Gujarati News

ભરૂચ જીલ્લામાં કોરોના વકરવા પાછળ લોકો જવાબદાર  

નર્મદા નદીના ઘાટે સંધ્યાકાળે સહેલાણીઓના જામતા મેળાવડા : પોલીસ તંત્ર ઊંઘતું.

કેબલ બ્રિજ,શીતળા માતાજી મંદિર,ગાયત્રી મંદિર સહીત ના ઘાટો ઉપર ઠંડા પવન ની મજા માણવા સહેલાણીઓ ના મેળાવડા.

મેળાવડા અને મેળા ન યોજાઈ તે માટે જીલ્લા વહીવટી તંત્ર નું જાહરેનામું છતાં લોકોના નર્મદા નદી ઉપર જામી રહ્યા છે મેળાવડા.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લા માં કોરોના નું સંક્રમણ સતત વકરી રહ્યું છે અને કેટલાય દર્દીઓ હોસ્પીટલો માં સારવાર દરમ્યાન દમ તોડી રહ્યા છે.કોરોના ને નાથવા તંત્ર કમરકસી રહ્યું છે.પરંતુ લોકો માં પણ સાવચેતી ના અભાવે કોરોના સતત વકરી રહ્યો છે.ત્યારે લોકો પણ ઠંડા પવન ની મજા માણવા નર્મદા નદી ના ઘાટો ઉપર લોકો મેળાવડો જમાવી કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.ત્યારે આ બાબતે વહીવટી તંત્ર અને પોલીસ જાગૃત થાય અને કાર્યવાહી કરે તે જરૂરી છે.

ભરૂચ શહેર માં દશામાં ના સમાપન દિવસે સમગ્ર રાત્રી દરમ્યાન નર્મદા નદી ના ઘાટો ઉપર પોલીસ કાફલો ખડકી દઈ નર્મદા નદી માં માતાજીની મૂર્તિઓ  નું વિર્સજન ન કરવા માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો.જેથી માઈભક્તો એ માતાજી ની મૂર્તિ લઈ રાત્રી દરમ્યાન ભટકવાનો વાળો આવ્યો હતો.

ત્યારે હવે રોજ બપોર બાદ સંધ્યાકાળ ના સમયે કોરોના ના ભય વિના જ ભરૂચ ના ઝાડેશ્વર સ્થિત કેબલ બ્રિજ,શીતળા માતાજી તથા ગાયત્રી મંદિર ના નર્મદા નદી ના ઘાટ ઉપર લોકોનો મોટી સંખ્યા માં મેળાવડો જામી રહ્યો છે.એટલું જ નહિ અહીં આવતા લોકો માસ્ક વિના જ નજરે પડી રહ્યા છે અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યા વિના જ મજા લેતા સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડાડતા હોય તેમ જોવા મળી રહ્યા છે.

ત્યારે લાપરવાહ લોકો ના કારણે કોરોના ભરૂચ જીલ્લા માં વકરી રહ્યો છે.દશામાં ની મૂર્તિ નું વિર્સજન નર્મદા નદી માં ન થાય તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.પરંતુ રોજ નર્મદા નદી ના ઘાટો ઉપર લોકો ના જામતા મેળાવડાઓ ને પોલીસ દૂર કરવામાં સદંતર નિષ્ફળ નીવડી રહી છે.નર્મદા નદી ના ઘાટો ઉપર રોજ સંધ્યાકાળ ના સમયે લોકો મોટી સંખ્યા માં પોતાના વાહનો સાથે ઉમટી રહ્યા છે.ત્યારે લોકો માં પણ સાવચેતી ના આભાવે ભરૂચ શહેર અને જીલ્લા માં કોરોના વકરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

ત્યારે હવે જોવું એ રહ્યું કે સમગ્ર અહેવાલ બાદ લોકોમાં કેટલી જાગૃતા આવે છે અને વહીવટી તંત્ર અને પોલીસ શું કાર્યવાહી કરે છે. તો બીજી બાજુ સતત વાહનો થી ધમધમતો ભરૂચ – અંકલેશ્વર ને જોડતો કેબલ બ્રિજ ઉપર સંધ્યાકાળ ના સમયે લોકો મેળાવડો જમાવી રહ્યા છે અને કેટલાય લોકો પોતાના નાના બાળકો સાથે ઉમટી રહ્યા છે.ત્યારે બાળકો રમત રમતા રમતા કેબલ બ્રિજ ના વાહન વ્યવહાર થી ધમધમતા રોડ ઉપર પહોંચી જાય અને અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?ત્યારે કેબલ બ્રિજ ઉપર લોકોના મેળાવડા થી કોરોનાને લોકો જ આમંત્રણ આપી રહ્યા હોય તેવા અનેક વિડીયો અને ફોટા સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.