ભરૂચ જીલ્લામાં ગુરુવારની સવારે જ 29 કોરોના પોઝીટીવ નોંધાતા ચિંતાજનક સ્થિતિ
ભરૂચ જીલ્લામાં કોરોનાને નાથવા આરોગ્ય તંત્ર અને જીલ્લા વહીવટી તંત્ર સદંતર નિષ્ફળ- બે દિવસ માં ભરૂચ જીલ્લા માં 50 કોરોના પોઝીટીવ નોંધાતા જીલ્લાનો આંકડો 550 ઉપર.
શું ભરૂચ જીલ્લા કલેકટર જીલ્લા પૂરતું લોકડાઉન ન કરી શકે?
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લા માં કોરોના નું સંક્ર્મણ સતત વધી રહ્યું છે.ત્યારે જ્યારથી જાગ્યા ત્યાર થી સવાર તેમ આજે સવારે ભરૂચ જીલ્લા નો કોરોના પોઝીટીવ 29 દર્દીઓ નોંધાતા જીલ્લા માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ રહી છે.ભરૂચ જીલ્લા માં કોરોના પોઝીટીવ નો આંકડો 550 ને પાર પહોંચી ગયો છે.ત્યારે કોરોના દર્દીઓ માટે વધુ બેડ વાળી હોસ્પીટલ ની જરૂર ઉભી થઈ છે.
ભરૂચ જીલ્લા માં કોરોના સતત વકરી રહ્યો છે અને તંત્ર કોરોના ને ડામવા સદંતર નિષ્ફળ નીવડી રહ્યું છે.ત્યારે ભરૂચ જીલ્લા માં કોરોના રોજ પોતાની હાજરી પુરાવી રહ્યો છે.ત્યારે આજે ભરૂચ જીલ્લા માં 29 કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા હોવાના મેસેજ થી ભરૂચ જીલ્લાવાસીઓ માં ચિંતાનું મોઝું ફરી વળ્યું છે.
ત્યારે ભરૂચ માં 12,અંકલેશ્વર માં 9,જંબુસર માં 3,હાંસોટ અને વાગરા માં 2 તેમજ આમોદ માં 1 મળી ભરૂચ જીલ્લા માં કુલ 29 કોરોના પોઝીટીવ નોંધાયા છે.જેના પગલે ભરૂચ જીલ્લા માં કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે.ત્યારે ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર એ પ્રસિદ્ધ કરેલું 4 વાગ્યા સુધી બજારો ખુલ્લા રાખવાનું જાહેરનામું માત્ર કાગળ ઉપર જ રહી ગયું છે.કારણ કે 4 વાગ્યા બાદ પણ ઘણા વેપાર ધંધા ઓ અડધા શટલ માં ધમધમી રહ્યા છે.ત્યારે ભરૂચ જીલ્લા માં કોરોના ને ડામવા માટે તંત્ર પણ માત્ર મિટિંગો ઉપર નિર્ભર થઈ રહ્યું છે અને કોઈ કઠિન નિર્ણય લઈ શકતું નથી.
ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક ની હદ માં એક રિટર્ન કેસ માં કોર્ટે આરોપી ને સજા કરી હતી.જેમાં આરોપી નો કોર્ટ માંથી વોરંટ નીકળતા આરોપી આશિષ મોદીની ધરપકડ કરવા ગયેલી પોલીસે આરોપી ની ધરપકડ કરી તેનો કોરોના ટેસ્ટ કરાવતા આરોપી આશિષ મોદી નો રિપોર્ટ પોઝીટીવ આવતા પોલીસ બેડા માં ખળભરાટ ઉભો થયો છે.ત્યારે સી ડિવિઝન પોલીસ મથક ને સૅનેટાઈઝર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
ભરૂચ ના સેવશ્રમ રોડ ઉપર હોસ્ટેલ ગ્રાઉન્ડ નજીક ચંદુલાલ છાત્રાલય તરફ જવાના માર્ગ ઉપર કચરા માં કોઈ ખાનગી હોસ્પીટલ દ્વારા કોરોના દર્દી માટે વપરાયેલી પીપીઈ કીટ જાહેર માં નાંખી જતા તે પીપીઈ કીટ ગાય આરોગી રહી હોવાના વિડીયો અને ફોટા સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયા છે.ત્યારે હવે પશુપાલકો માં પણ કોરોના નો ભય સતાવી રહ્યો છે.ત્યાર હજુ પણ તંત્ર એ ખાનગી હોસ્પીટલ ના સંચાલકો ઉપર લાલ આંખ કરવાની જરૂર છે.કારણ કે અગાઉ પણ જ્યોતિ નગર નજીક પીપીઈ કીટ નો નિકાલ કરવામાં આવ્યો હતો.