ભરૂચ જીલ્લા પંચાયત નું રૂપિયા ૨૦ કરોડનું પૂરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર
રૂપિયા ૬૬.૯૧ કરોડ ની આવક સામે રૂપિયા ૪૬.૮૫ કરોડ ની આવક.
ભરૂચ: ભરૂચ જીલ્લા પંચાયત ની બજેટલક્ષી સામાન્ય સભા મળી હતી.જેમાં રૂપિયા ૨૦ કરોડ ની પૂરાંતવાળા બજેટ ને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.સભા માં પ્રવેશ પૂર્વે રોગ પ્રતિરોધક ઉકાળો પીવડાવવા સાથે હોમિયોપેથીક ની ગોળીઓ પ્રમુખ અને સભ્યોને આપવામાં આવી હતી.
કોરોના વાઈરસ ના માહોલ વચ્ચે પ્રમુખ જશુબેન પઢીયાર ની અધ્યક્ષતા માં આગામી વર્ષ ના બજેટ ઉપરાંત અન્ય આઠ મળી કુલ નવ એજન્ડા ની મંજૂરી માટે સામાન્ય સભા મળી હતી.જેમાં જીલ્લા પંચાયત સ્વંભંડોળ ની વર્ષ ના રૂપિયા ૩૬.૧૧ કરોડ ની પૂરાંતવાળુ સુધારેલ બજેટ અને વર્ષ ૨૦૨૦ -૨૧ ના રૂપિયા ૨૦.૦૫ કરોડ ની અંદાજીત પૂરાંતવાળુ બજેટ ને સર્વાનુમતે મંજૂરી ની મહોર મારવામાં આવી હતી.
બજેટ બેઠક માં સભ્યો ની ગ્રાન્ટ માં રૂપિયા ૨૫ લાખ ની ફાળવણી માં વધારો કરવા તેમજ પ્રવાસ યોજવા માટે સભ્યો એ રજુઆત કરી હતી.
જો કે કાયદાકીય નીતિ નિયમો ને આગળ ધરી પ્રમુખ દ્વારા વાત વાળી દેવામાં આવી હતી. બજેટ લક્ષી જીલ્લા પંચાયત ની બેઠક અંગે ઉપપ્રમુખ અનિલભાઈ ભગતે માહિતી આપી પૂરાંતવાળા બજેટ સહિત તેની જોગવાઈઓ અંગે માહિતી આપી હતી.
સામાન્ય સભા માં ઉપપ્રમુખ અનિલ ભગત,સચિવ અમે જીલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન,વિવિધ સમિતિઓ ના અધ્યક્ષઓ,સભ્યો અને શાખાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.