ભરૂચ જીલ્લા માં વધતા જતા કોરોના પોઝિટિવ દર્દીઓને પગલે વેલ્ફેર હોસ્પિટલે માનવતા મહેકાવી
કલેક્ટરે મંજૂરી આપતા ૬૦ બેડ ના આઈસોલેટ વોર્ડ બનાવવાની કામગીરી પૂર જોશમાં : દર્દીઓની સારવાર માટે સોમવાર થી ખુલ્લું મુકાશે.
૧૦ એમબીબીએસ તબીબો,૪ ફિઝીશ્યન અને ૨૦ થી વધુ નર્સ પોતાની સેવા આપશે કોરોના ટેસ્ટ ના સેમ્પલ પણ કરી શકાશે.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લા માં સતત કોરોના પોઝિટીવ કેસ ની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે દર્દીઓની વધતી જતી સંખ્યાઓને કારણે ભરૂચ ની પટેલ વેલ્ફેર હોસ્પિટલ આગળ આવી મહામારીના સમયે માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પડી કલેકટરની મંજુરી લીધા બાદ ૬૫ લાખના ખર્ચે ૬૦ બેડ ના આઈસોલેટ વોર્ડ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને સોમવાર સુધી માં કોરોના પોઝિટિવના દર્દીઓ સારવાર લઈ શકે તેવા પ્રયાસો હોસ્પિટલ ના સંચાલકો કરી રહ્યા છે.તો દર્દીઓ માટે તમામ જરૂરિયાત મેડિસિન પણ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે.
હાલ ભરૂચ જીલ્લા માં કોરોના પોઝિટિવ ની સંખ્યા દિન પ્રતિદિન ૧૮ થી ૨૨ નોંધાઈ રહી છે.જેના કારણે તંત્ર દ્વારા અંકલેશ્વર ની જયાબેન મોદી હોસ્પિટલ નો કોવિદ ૧૯ ખાતે વોર્ડ ના બેડો પણ દર્દી થી ફૂલ થઈ ગયા છે.જેના કારણે ભરૂચ સિવિલ હોસ્પિટલ માં પણ હંગામી ધોરણે ૬૭ બેડની સુવિધા કરવામાં આવતા હાલ ૫૫ બેડ ઉપર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
ત્યારે આજે પણ સતત કોરોના પોઝિટિવ ની સંખ્યા ૧૫ નોંધાઈ છે અને સતત દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ ની દર્દીઓ માં વધારો થઈ રહ્યો છે.જે સક્ષમ દર્દીઓ છે તે ખાનગી હોસ્પિટલ માં સારવાર લઈ રહ્યા છે.પરંતુ ગરીબ અને માધ્યમ વર્ગ ના દર્દીઓ કોરોનાની સારવાર ના પ્રશ્ન ને લઈ ભરૂચ ના પટેલ વેલ્ફેર હોસ્પિટલ ના સત્તાધીશોએ પણ આવી મહામારી ના સમયે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર ની મંજૂરી મેળવી કોરોનાના દર્દીઓ વેલ્ફેર હોસ્પિટલ માં સારવાર લઈ શકે તેવા પ્રયાસોના ભાગરૂપે તાત્કાલિક બેઠકો યોજી ૬૫ લાખ રૂપિયા ના ખર્ચે વેન્ટિલેટરો તથા ઓક્સિજન નું વધુપ્રેસર વાળા HFNC ઓક્સિજન પણ ઉપલબ્ધ કરી દેવાયા છે.
૬૦ બેડના આઈસોલેટ વોર્ડ તૈયાર કરવામાં આવી રહેલા છે.જેમાં ૧૦ જેટલા એમબીબીએસ તબીબો,૪ ફિઝીશ્યન તબીબો અને ૨૦ થી વધુ નર્સો સેવા આપશે તેમજ ૧૧ આઈસીયુ પણ કાર્યરત કરવામાં આવી રહ્યા છે.શંકાસ્પદ કોરોના પોઝિટિવ ના દર્દીઓ ના ટેસ્ટિંગ સેમ્પલ પણ લેવામાં આવશે અને ચકાસણી માટે સુરત ખાતે મોકલવામાં આવશે તેમ હોસ્પિટલ ના પ્રમુખ સલીમ ફાંસીવાલા એ જણાવ્યું હતું.