ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં ચેરમેન, વાઈસ ચેરમેન અને MD બિનહરીફ ચૂંટાયા
(તસ્વીર ઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ નર્મદા જીલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રીમ એવી ભરૂચ ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકના ચેરમેન તરીકે સતત સાતમી વખત અરુણસિંહ રણાની બિનહરીફ વરણી કરાઈ હતી.તો વાઈસ ચેરમેન તરીકે કરશનભાઈ પટેલ અને મેનેજીંગ ડિરેકટર તરીકે અજયસિંહ રણા પણ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.
ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકના સભાહોલ ખાતે એસ.ડી.એમ એન.એમ.પ્રજાપતિની ચૂંટણી અધિકારી તરીકેની ઉપસ્થિતિ માં બેંકના આગામી ટર્મ માટેના ચેરમેન,વાઈસ ચેરમેન તેમજ મેનેજીંગ ડિરેકટરની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.જેમાં ચેરમેન તરીકે સતત સાતમી ટર્મ માટે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા બિનહરીફ વિજેતા થયા હતા.
તે સાથે વાઈસ ચેરમેન તરીકે કરશનભાઈ પટેલ અને મેનેજીંગ ડિરેકટર તરીકે અજયસિંહ રણાની પ ણ બિનહરીફ વરણી કરાઈ હતી. ચેરમેન અરુણસિંહ રણાએ સભાસદો અને જનતાનો આભાર વ્યક્ત કરવા સાથે બેંક અને સહકારી ક્ષેત્ર ના વિકાસ માટે ની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
બેંકના ડિરેક્ટરો અને સમર્થકો દ્વારા ચેરમેન,વાઈસ ચેરમેન અને નવનિયુક્ત મેનેજીંગ ડિરેકટર ને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.*