Western Times News

Gujarati News

ભરૂચ તંત્રએ મોટા ઉપાડે કોવિદ ૧૯ સ્મશાન ઉભું કર્યું પરંતુ  એમ્બ્યુલન્સની હેડલાઈટના પ્રકાશ થી લાકડા ગોઠવી અંતિમ સંસ્કાર કરાયા

ભરૂચ માં કોરોના અને શંકાસ્પદ દર્દીઓ ના મોત : તંત્ર ની મૃતક યાદી માં મૃત્યુ અંક ૧૮ ઉપર સ્થિર.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લા માં કોરોના પોઝીટીવ દર્દીઓ ની સંખ્યા માં સતત વધારો થઈ રહ્યો છે અને ભરૂચ ની ખાનગી અને સરકાર હોસ્પીટલો માં સારવાર લઈ રહેલા કેટલાય દર્દીઓ કોરોના અને શંકાસ્પદ રીતે જીવ ગુમાવી રહ્યા છે.ત્યારે ગતરોજ કોરોના પોઝીટીવ દર્દી ના મૃતદેહના અંતિમ સંસ્કાર એમ્બ્યુલન્સ ની હેડલાઈટ ના પ્રકાશ થી લાકડા ગોઠવી અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હોય ત્યારે તંત્રએ લાઈટ ની સુવિધા કરવાની જરૂર જણાઈ રહી છે.

ભરૂચ જીલ્લા માં સરકારી અને ખાનગી તથા અન્ય જીલ્લાઓ ની ખાનગી હોસ્પીટલો માં કોરોના અને શંકાસ્પદ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને કેટલાયે દર્દીઓ રોજ જીવ ગુમાવી રહ્યા છે.જેઓ ના અંતિમ સંસ્કાર માટે વહીવટી તંત્ર દ્વારા ગોલ્ડન બ્રીજ અંકલેશ્વર ના દક્ષિણ છેડે સુવિધા વિના નું કોવિદ ૧૯ સ્મશાન કાર્યરત કર્યું છે.પરંતુ આ સ્મશાન માં લાઈટ ના અભાવે મોડી રાત્રી એ મૃતદેહ ના અંતિમ સંસ્કાર કરવા માટે હાલાકી ભોગવવી પડી રહી છે.

ત્યારે ગત મોડી રાત્રીએ કોરોના પોઝીટીવ દર્દી ના મૃતદેહ ના અંતિમ સંસ્કાર લાઈટ વિના એમ્બયુલન્સ ની હેડલાઈટ ના પ્રકાશથી લાકડા ગોઠવી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.ત્યારે ગુરુવાર ની સવારે વધુ ત્રણ કોરોના અને શંકાસ્પદ દર્દીઓ ના મોત નિપજ્યા હતા.જેમાં અંકલેશ્વર આસ્તિક પરિવાર ના જલધારા ચોકડી જીઆઈડીસી અંકલેશ્વર ના ૫૮ વર્ષીય દર્દી નું શંકાસ્પદ મોત નીપજ્યું હતું.જયારે જયાબેન મોદી હોસ્પીટલ માં અંકલેશ્વર ની સાંઈનાથ સોસાયટી ના ૬૮ વર્ષીય વ્યક્તિ નું કોરોના થી મોત નીપજ્યું હતું.જયારે ભરૂચ ની નરનારાયણ ની ખડકી માં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધ નું સિવિલ હોસ્પીટલ માં કોરોના થી મોત નીપજતા ત્રણેય ના અંતિમ સંસ્કાર સુવિધા વિના ઉભું કરવામાં આવેલ કોવિદ ૧૯ સ્મશાન માં કરવામાં આવ્યા હતા.ત્યારે રોજ ના ૫ થી વધુ કોરોના અને શંકાસ્પદ દર્દીઓ ના અંતિમ સંસ્કાર કોવિદ ૧૯ સ્મશાન માં કરવામાં આવી રહ્યા છે.ત્યારે તંત્ર દ્વારા લાઈટ ની સુવિધા કરવામાં આવે તે જરૂરી છે.

કારણ કે આ સ્મશાન નજીક ઝાડી ઝાંખડા આવેલા હોય અને તેમાંથી કોઈ જળચર જીવ કોઈ વ્યક્તિ ને કરડી લે તેવી પણ દહેશત ઉભી થવા પામી છે. તંત્રએ ભલે મોટા ઉપાડે કોરોના સારવાર માટે સેન્ટરો ઉભા કર્યા હોવાની ગુલબાંગો ફૂંકે પરંતુ કોરોના પોઝીટીવ દર્દીઓ ને સારવાર માટે દર દર ભટકવું પડી રહ્યું છે.ત્યારે ભરૂચ સિવિલ હોસ્પીટલ માં નર્સ તરીકે ફરજ નિભાવતી મહિલા ધર્મિષ્ઠાબેન જે ભારતી કોરોના સંક્રમણ નો ભોગ બનતા તેની ને સિવિલ હોસ્પીટલ માં બેડ ન મળતા પોતાના ઘર માં સારવાર લેવાની ફરજ પડી રહી છે.ત્યારે આતો કેવું તંત્ર?ભરૂચ માં ભલે કોરોના પોઝીટીવ દર્દીઓ માટે સારી સુવિધા ઉભી કરી હોય.પરંતુ તે વાત માત્ર વાહીયાત સાબિત થઈ રહી છે.કારણ કે ભરૂચ સિવિલ હોસ્પીટલ ની નર્સ પોતાની સારવાર ઘર માં કરાવવા મજબુર બની છે.

ત્યારે ભરૂચ જીલ્લા માં કોરોના ની સમયસર સારવાર ન મળવાના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે.ત્યારે આરોગ્ય તંત્ર અને જીલ્લા વહીવટી તંત્ર એ માનવતા ના ભાગરૂપે કોરોના ના દર્દીઓ ને સમયસર સારવાર મળે તે માટે એક હેલ્પ લાઈન શરૂ કરવાની જરૂર જણાઈ રહી છે.

 ભરૂચ માં મોટા ઉપાડે કોવિદ ૧૯ સ્મશાન ઉભું કરી જશ ખાટનાર તંત્ર માટે આ તસ્વીર શરમ જનક સાબિત થઈ રહી છે.કોરોના પોઝીટીવ મૃતદેહ ના અંતિમ સંસ્કાર લાઈટ ના અભાવે એમ્બ્યુલન્સ ની હેડ લાઈટ ના અજવાળા થી લાકડા ગોઠવી અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હોય.જે તસ્વીર માં દ્રશ્યમાન થાય છે.(તસ્વીર : વિરલ રાણા,ભરૂચ) 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.