ભરૂચ તાલુકાના તવરા ગામે નર્મદા નદીમાં મગરે દેખાદેતા ગ્રામજનોમાં ભય
પૂર્વ પટ્ટીના ગ્રામજનોને દીપડા બાદ હવે મગરે દેખાદેતા ફફડાટ : વહીવટી તંત્ર ચેતવણીના બોર્ડ લગાવી સ્નાન કરતા લોકોને સાવચેત કરે તેવી માંગ.
ભરૂચ, કોરોના વાયરસ ની મહામારી એ હાહાકાર મચાવ્યો છે.ત્યારે ભરૂચ ના પૂર્વ પટ્ટીના ગ્રામજનો ને દીપડા ના ભય બાદ હવે નર્મદા નદી માં મગરે દેખાદેતા નદી કિનારે રહેતા લોકોએ મોબાઈલ માં વિડિઓ બનાવી સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરી નર્મદા નદીના પૂર્વ પટ્ટીના ગામોમાં નર્મદા નદીમાં મગરો થી સાવચેતી માટે બેનરો લગાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.કારણ કે નર્મદા નદી માં પરિક્રમાવાસીઓ સ્નાન અર્થે જતા હોય છે ત્યારે તેઓની સુરક્ષા માટે તંત્ર આગળ તેવી માંગ ઉઠવા પામી છે.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લા ના પૂર્વ પટ્ટી ના ગામો માં ગ્રામજનો ખેતી માટે પણ નર્મદા પાણીનો ઉપયોગ કરતા હોય છે.તદ્દઉપરાંત નર્મદા કાંઠે કેટલીક મહિલાઓ કપડાં ધોવા માટે જતી હોય છે.ત્યારે ઉનાળાના સમય માં મગરી ઈંડા મુકવા નદી ના પટ માં બહાર આવતી હોય છે અને તેના કારણે નર્મદા નદી માં મગરો નો ભય વધી જતો હોય છે.ત્યારે ભરૂચ તાલુકા ના તવરા ગામે નર્મદા નદી માં ચાર જેટલા મગરો હોવાની બૂમ ઉઠી છે. નર્મદા નદી માં મગર દેખાદેતા નો વિડિઓ કરનારે નર્મદા નદી માં મગરો નો ભય હોય અને પૂર્વ પટ્ટી ના ગામો માંથી પસાર થતી નર્મદા નદી ના કાંઠે કેટલાક લોકો સ્નાન અર્થે પણ આવતા હોય છે અને ગ્રામજનો પણ સ્નાન કરતા હોય છે.
તો બીજી બાજુ નર્મદા નદી માં ઉનાળાના સમયે મગરો નો ઉપદ્રવ વધતો હોય છે અને ઉનાળા બાદ ચોમાસા ની ઋતુ માં મગરીઓના હુમલાઓની ઘટના પણ વધુ પ્રમાણ માં સામે આવતી હોય છે.ત્યારે તવરા ગામે નર્મદા નદી માં મગરો ના જૂથ હોવાના આક્ષેપો પણ ગ્રામજનો કરી રહ્યા છે.ત્યારે નર્મદા નદી ના કાંઠા ના તમામ વિસ્તારો માં નદી માં મગરોના ભય હોવાના કારણે નર્મદા પરિક્રમાવાસીઓ તથા ગ્રામજનો સ્નાન કરવા જતા અટકે અને મગરો નો શિકાર ન બને તે માટે તંત્ર દ્વારા નર્મદા નદી ના તમામ ઘાટ ઉપર નદી માં મગર હોવાની ચેતવણી ના બોર્ડ લગાવે તેવી માંગ ઉઠવા પામી છે.