ભરૂચ તાલુકા ના વિવિધ ગામના ખેડૂતો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ખાનગી પેટ્રોલિયમ કંપની દ્વારા બે વર્ષથી ભાડું ન ચૂકવવા બાબતે રજુઆત
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ તાલુકાના વિવિધ ગામના ખેડૂતો દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ખાનગી પેટ્રોલિયમ કંપની દ્વારા ખેડૂતોની જમીન ભાડે લઈ ભાડું ન ચૂકવી છેતરપિંડી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ભરૂચ તાલુકાના ટંકારીઆ,સિતપોણ,કવિઠા,કરગટ,બંબુસર,કહાન,ઝંઘાર ગામના ખેડુતોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી મરકેટોર પેટ્રોલિયમ લિમિટેડ કંપની દ્વારા તેવો સાથે છેતરપીંડી આચરી અન્યાય કરવામાં આવ્યો હોવા અંગે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.આ આવેદનપત્રમાં જણાવાયુ છે કે ગામના ગરીબ ખેડુતોની મહામુલી જમીન ૨૦૧૩ તથા ૨૦૧૭ ના ગાળામાં મરકેટોર પેટ્રોલિયમ લિમિટેડ કંપની દ્વારા ખેડુતો સાથે ભાડા કરાર કરેલ.
જેમાં ખેડુતોને જણાવેલ કે તમારી જમીનમાં ઓઈલ,પેટ્રોલ,કેરોસીન ની શોધ કરવાની હોય તેથી ખેડૂતોએ જમીન ભાડે થી આપેલી.ત્યાર બાદ મરકેટોર પેટ્રોલિયમ લિમિટેડ કંપની દ્વારા ખેતરોમાં પાકુ આર.સી.સી નુ સ્ટ્રકચર બનાવીને ખેતરોની ફરતે તારની ફેન્સીંગ વાડ બનાવી ખેતરોમાં પથ્થરો નાંખી મેટલના રોડ બનાવી તથા આર.સી.સી ના નાના તળાવો બનાવીને ડ્રીલીંગ કરવાનું શરૂ કરેલુ.જે બાદ કંપની દ્રારા ખેડુતોને બે વર્ષ સુધી ભાડુ પણ આપવામાં આવેલ.પરંતુ તે બાદ મરકેટોર પેટ્રોલિયમ લિમિટેડ કંપની દ્વારા ખેતરો માંથી કરોડો રૂપિયાનું ઓઈલ તથા અન્ય ખનીજ પેદાશોનું ઉત્પાદન કરવાનું શરૂ કરેલુ અને લાખો લીટર ખનીજ તેલ કંપની દ્રારા અલગ અલગ ગામોના ખેડુતોના ખેતરમાં બનાવેલ કુવામાંથી મેળવવામાં આવ્યું છે.
છેલ્લા બે વર્ષ થી કમ્પની દ્વારા ભાડું ચુકવવામાં આવતું નથી.તે માટે વારંવાર રજુઆત કરવા છતાં પણ ભાડું ન ચુકવવામાં આવતા ખેડૂતો ની હાલત કફોડી બની છે. ભાડે આપેલ ખેતર ખેડી શકતા નથી તેમજ ભડ પણ મળતું ભાડું પણ મળતું ન હોવાથી જીવન નિર્વાહ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે.ખેડૂતો ને તાત્કાલિક તેમના ભાડા ચૂકવવા માં આવે તે માટે ના આદેશ કરવાની ખેડૂતો એ આવેદનપત્ર માં રજુઆત કરી છે. આ અંગે જીલ્લા પોલીસવડા ને પણ આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.ત્યારે ખેડૂતો ની રજુઆત બાદ શુ કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.