Western Times News

Gujarati News

ભરૂચ નગરપાલિકાના અનફીટ વાહનની અડફેટે મોતને ભેટેલા વિદ્યાર્થીઓનો વિવાદ વકળ્યો

પાલિકાના મુખ્ય અધિકારી સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરવા કલેકટરને લેખિત રજૂઆત કરાઈ.

નગરપાલિકા ના મુખ્ય અધિકારી સામે હત્યા અને મદદગારીનો ગુનો દાખલ કરવા કલેકટર ને સોસાયટી ના રહીશો ની રજૂઆત- મૃતકો ના પરિવારને બે જવાબદાર અધિકારોના પગાર માંથી ૨૫-૨૫ લાખ ની સહાય કરવાની માંગ.  

ભરૂચ: ભરૂચ ના લીંકરોડ ઉપર નગરપાલિકા ના અનફીટ વાહન ચાલકે બે દિવસ અગાઉ બે સાયકલ સવાર વિદ્યાર્થીઓને અડફેટ માં લઈ એક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તો બીજા નું સારવાર દરમ્યાન મોત નીપજતા મૃતકો ના પરિવારો સોસાયટીના રહીશો સાથે કલેકટર કચેરી ખાતે પહોંચી પાલિકા ના મુખ્ય અધિકારી સામે ફોજદારી ગુનો દાખલ કરવા તેમજ બેજવાબદાર અધિકારીઓના પગાર માંથી રૂપિયા ૨૫-૨૫ લાખ ની સહાય ચુકવવા જીલ્લા કલેકટર ને રજૂઆત કરી હતી.
ભરૂચ ના લીકરોડ ઉપર આવેલ શંભુ ડેરી પાસે ના માર્ગ ઉપર બે સાયકલ સવાર વિદ્યાર્થીઓને ભરૂચ નગર પાલિકા ના અનફીટ વાહન ટેન્કર ચાલકે અડફેટ માં લઈ અકસ્માત સર્જી બંને વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચતા એક નું ઘટના સ્થળે મોત નીપજયું હતુ

તો બીજા નું સારવાર દરમ્યાન મોત નીપજતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.ત્યારે ભરૂચ નગરપાલિકાના અનફીટ વાહનો રાહદારીઓ અને વાહનચાલકો માટે જીવલેણ પુરવાર થતા લોકો એ રસ્તા રોક આંદોલન બાદ ભરૂચ નગર પાલિકાના મુખ્ય અધિકારી સામે પણ ઈન્ડીયન પીનલ કોડ ની કલમ ૩૦૪(એ) તથા ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવા ની માંગ સાથે સોસાયટીના રહીશો એ ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે દોડી આવ્યા હતા.

જીલ્લા કલેકટર ને સુપ્રત કરેલા આવેદનપત્ર માં ભરૂચ નગરપાલિકા ના ચીફ ઓફિસર ની બેદરકારી કે જેઓ એ અનફીટ વાહનો પણ શહેર માં દોડાવી રહ્યા છે.જેના કારણે લીંકરોડ પર નગર પાલિકા ના અનફીટ વાહન ચાલકે જયરાજ ચૌહાણ તથા જીયાન જાદવ સાયકલ ચાલક ને અડફેટે લઈ રોડ ઉપર ફંગોળી દઈ બંને ના ગંભીર ઈજા ના પગલે મોત નીપજ્યા હતા.

આ માર્ગ ઉપર વારંવાર સ્પીડ બ્રેકર મુકવાની માંગ લેખિત માં કરી હોવા છતાં ભરૂચ નગર પાલિકા ની અને પીડબ્લ્યુડી ના અધિકારીઓ ની બેદરકારી ના કારણે બંને વિદ્યાર્થીઓ ના ભોગ લેવાયા હોવાના આક્ષેપ સાથે અધિકારીઓ સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરવાની માંગ સાથે મૃતકો ના પરિવારજનોને અધિકારીઓના પગાર માંથી રૂપિયા ૨૫-૨૫ લાખ ની સહાય કરવાની માંગ કરતુ આવેદનપત્ર ભરૂચ જીલ્લા કલેકટર ને સુપ્રત કર્યું હતું અને અકસ્માત સ્થળે ચોરી સહીત ની ઘટનાઓ પણ બનતી હોવાથી ટ્રાફિક પોલીસ પોઈન્ટ ઉભો કરી પોલીસ વ્ય્સ્વસ્થા કરવા પણ અપીલ કરવામાં આવી હતી.

ભરૂચ પાલિકાના ચીફ ઓફિસર સામે હત્યાનો ગુનો દાખલ કરો : સોસાયટી  બળવંતસિંહ પરમાર 
ભરૂચ નગર પાલિકા ના ચીફ ઓફિસર નગર પાલિકા ના વાહનો અનફીટ હોવા છતાં શહેર માં દોડાવી ને તેઓ ની બેદરકારી ના કારણે બે વિદ્યાર્થીઓ ના ભોગ લાવ્યા છે જેથી ભરૂચ નગર પાલિકા ના ચીફ ઓફિસર સામે હત્યા ની કલમ ૩૦૨ તેમજ મદદગારી ની કલમ ૩૦૪(એ) તથા ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ મૃતકો ના પરિવારજનો ની સોસાયટી ના પ્રમુખ બળવંતસિંહ પરમારે માંગ ઉઠાવી છે અને મીડિયા સમક્ષ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

રસ્તા રોક આંદોલન બાદ નગર પાલિકાએ અકસ્માત સ્થળે સ્પીડ બ્રેકર લગાવ્યા.
ભરૂચ ના લીંકરોડ ઉપર નગર પાલિકા ના અનફીટ વાહન ની અડફેટે બે વિદ્યાર્થીઓ ના મોત નીપજ્યા બાદ પણ ૨૪ કલાક વીત્યા હોવા છતાં સ્પીડ બ્રેકર લગાવવામાં ણ આવતા સ્થાનિકો એ રસ્તારોક આંદોલન છેડતા ની સાથે જ પોલીસ કાફલા એ દોડી આવી સ્પીડ બ્રેકર મુકાવી દેવાની બાંહેધરી આપ્યા બાદ રસ્તારોક આંદોલન સમેટાયું હતું જે આજે સવારે નાગર પાલિકા દ્વારા અકસ્માત સ્થળે સ્પીડ બ્રેકર (બમ્પર) બનાવવામાં આવ્યા હતા.નગર પાલિકા હમેંશા નિર્દોષ વ્યક્તિઓ ના ભોગ લેવાયા બાદ જ જાગૃત થતી હોય તે અહીં પુરવાર થઈ રહ્યુ છે.

તંત્ર દ્વારા પગલા નહિ લેવાયતો સોમવારે મહારેલી નીકળશે : સ્થાનિક
લીંક રોડ ઉપર નગરપાલિકા ના અનફીટ વાહન ની અડફેટ માં બે વિદ્યાર્થીઓ ના મોત નીપજતા સોસાયટીના રહીશો એ કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું હતુ અને શુક્રવાર સુધી માં કોઈ પગલા ભરવામાં નહિ આવે તો નગરપાલિકા ના અધિકારી સામે ફોજદારી ગુનો દાખલ કરવા તેમજ મૃતકોના પરિવારજનોને સહાય આપવાની માંગ સાથે આવતા સોમવારના રોજ સોસાયટીઓના રહીશો દ્વારા મહારેલી નું આયોજન થનાર હોવાની ચીમકી પણ સોસાયટી ના રહીશોએ ઉચ્ચારી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.