ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૦ માં ખુલ્લી ગટરો વાહનચાલકો માટે બની રહી છે યમદૂત.

વહેલી સવારે મારુતિવાન ખુલ્લી ગટરમાં ખાબકતા સ્થાનિકો દોડી આવ્યા હતા.
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ શહેરના વોર્ડ નંબર ૧૦ ના છીપવાડ ચોક નજીક ખુલ્લી ગટરમાં મારુતિવાન ખાબકી જતા સ્થાનિકોએ દોડી આવી ચાલક અને અંદર સવાર લોકોને હેમખેમ બહાર કાઢી મારુતિવાનમને ટ્રેકટરની મદદ થી બહાર કાઢવામાં આવતા સ્થાનિકોએ અધૂરી કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા રોષ વ્યકત કર્યો હતો.
ભરૂચ નગરપાલિકા ના વોર્ડ નંબર ૧૦ માં આવેલ ગાંધીબજાર થી ફાટતળાવ સુધી ગટર ની કામગીરી ગોકુલગતિએ ચાલી રહી છે.જેના કારણે ખુલ્લી ગટરો સ્થાનિક રહીશો,વાહનચાલકો અને બાળકો માટે જીવલેણ બની રહી છે.ત્યારે સવારના સમયે છીપવાડ ચોક નજીકથી પસાર થતી એક મારુતિવાન ખુલ્લી ગટરમાં ખાબકી જતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને વાનમાં રહેલા ચાલક અને સવારને હેમખેમ બહાર કાઢી મારુતિવાન ને ટ્રેક્ટરની મદદ થી બહાર કાઢવામાં આવતા તેમજ આ વિસ્તારની ખુલ્લી ગટર અને રોડની કામગીરી ગોકુલગતિ એ ચાલતા સ્થાનિકોને હારમારીનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા આ વિસ્તરની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ચોમાસાની ઋતુ પહેલા કામગીરી પૂર્ણ નહિ થાય તો ચોમાસાની ઋતુમાં આ વિસ્તારમાં જળબમ્બાકાર ની સ્થિતિ નું નિર્માણ થાય છે અને ખુલ્લી ગટરોને કારણે લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવાનો વાળો આવનાર છે.