ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ તરીકે અમિત ચાવડા અને ઉપપ્રમુખ તરીકે નિના યાદવની વરણી

ઉપપ્રમુખ તરીકે નિના યાદવના નામની દરખાસ્ત મુકવામાં આવી હતી.વિપક્ષ કોંગ્રેસ તરફ થી હેમેન્દ્ર કોઠીવાલાના નામની દરખાસ્ત થતા મતદાન કરાયું હતું.
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ પાલિકાના પ્રમુખ તરીકે વોર્ડ નંબર ૫ માંથી ચૂંટાયેલા અમિત ચાવડાની વરણી કરવામાં આવી છે.ધારાસભ્યના જ વોર્ડ નંબર ૫ માંથી ચૂંટાયેલા નિના યાદવને ઉપપ્રમુખ અને વોર્ડ નંબર ૪ માંથી ચૂંટાઈને આવેલા રાજશેખર દેશનવરને શાસક પક્ષના નેતા તરીકે નિયુકત કરાયા હતા.
ભરૂચમાં જીલ્લા પંચાયત, ૯ તાલુકા પંચાયત અને ૪ પાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા બાદ પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણીની કવાયત ચાલી રહી હતી.ભરૂચ નગરપાલિકાના ૧૧ વોર્ડની ૪૪ બેઠકોના જાહેર થયેલાં પરિણામોમાં ભાજપને ૩૧, કોંગ્રેસને ૧૧ તથા અપક્ષને ૧ અને બેઠક મળી હતી.નગર પાલિકામાં સતત ૬ થી વખત ભાજપે બહુમતી સાથે સત્તા હાંસલ કરી છે.
નગર પાલિકામાં પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરવા માટે બુધવારે એસડીએમ એન.આર.પ્રજાપતિ તથા મુખ્ય અધિકારી સંજય સોનીની હાજરીમાં સામાન્ય સભા મળી હતી.જેમાં તમામ ૪૪ સભ્યો હાજર રહ્યાં હતા.પાલિકામાં બહુમતી ધરાવતાં ભાજપ તરફ થી પ્રમુખ તરીકે ધારાસભ્ય દુષ્યંત પટેલના વોર્ડ નંબર ૫ ના અને અંગત એવા અમિત ચાવડા,
ઉપપ્રમુખ તરીકે નિના યાદવના નામની દરખાસ્ત મુકવામાં આવી હતી.વિપક્ષ કોંગ્રેસ તરફ થી હેમેન્દ્ર કોઠીવાલાના નામની દરખાસ્ત કરવામાં આવી હતી.બંને દરખાસ્તોના સંદર્ભમાં મતદાન કરાવવામાં આવતાં ભાજપના ઉપપ્રમુખના ઉમેદવારોને ૩૨ મત જયારે કોંગ્રેસના ઉમેદવારોને ૧૧ મત મળતાં ભાજપના ઉમેદવારોને વિજેતા જાહેર કરાયા હતા.
ચૂ઼ંટણી અધિકારીએ પાલિકાના પ્રમુખ તરીકે ભાજપના અમિત ચાવડા અને ઉપપ્રમુખ તરીકે નિના યાદવને વિજેતા જાહેર કર્યા હતાં.સત્તાધારી ભાજપે શાસકપક્ષના નેતા તરીકે વોર્ડ નંબર ૪ ના રાજશેખર દેશાનવરની વરણી કરી છે. કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે ગત ટર્મના વોર્ડ નંબર ૩ ના નરેશ સુથારવાલાની વરણી કરાઈ હતી તો દંડક તરીકે ભાવિન પટેલ નિમાયા હતા.*