Western Times News

Gujarati News

ભરૂચ નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ

નગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે ઉત્સુકત નગર સેવકો હોદ્દેદારોને કરાવી રહ્યા છે ડિનર પાર્ટી.? : કોન્ટ્રાકટરો પણ નગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે પોતાના આકાઓ પાસે આજીજી કરી રહ્યા હોવાની ચર્ચા? : નગર પાલિકાની ચૂંટણીને હજુ દશ મહિના બાકી છતાં નગર સેવકો ચૂંટણી લડવા ઉતાવરા થઈ રહ્યા છે. કોણ બનશે નગર પાલિકા પ્રમુખ?

ભરૂચ: ભરૂચ માં જીલ્લા ભાજપ ની વરણી અભરાઈ એ ચડી ગઈ છે તો બીજી તરફ ભરૂચ નગર પાલિકા ની ચૂંટણી માટે કેટલાક નગર સેવકો ઉતાવરા બની રહ્યા છે અને નગર પાલિકા ની ચૂંટણી માં ઉમેદવારી કરવા માટે હોદ્દેદારો સાથે ડિનર પાર્ટી કરાવી રહ્યા છે.તો કેટલાક કોન્ટ્રાકટરો પણ નગર પાલિકા ની ચૂંટણી માં ઉમેદવારી કરવા માટે પોતાના આકાઓ પાસે આજીજી કરી રહ્યા હોવાની ચર્ચા એ ભારે જોર પકડયું છે.
નગર સેવક કેવો હોવો જોઈએ?

ભરૂચ માં નગર સેવકો ચૂંટણી જીત્યા બાદ ભૂગર્ભ માં ઉતરી જતા હોય છે અને પુનઃ ચૂંટણી આવે એટલે બિલાડી ની ટોપ ની માફક ઉપસી આવતા હોય છે અને ચૂંટણી ટાણે વિકાસ ના કામો થી વંચિત રહેલા વિસ્તારોના આગેવાનો ચૂંટણી બહિષ્કાર ના બેનરો લગાવી આક્રોશ ઠાલવતા હોય છે અને ભરૂચ માં તો ચૂંટણી બહિષ્કાર નું ભૂત લોકસભા,વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં હરહમેંશા ધુણ્યા કરે છે.છતાંય ચૂંટણી માં ઉમરદારો જીત મેળવતા હોય છે.

પરંતુ તાજેતર ની આવનારી ૨૦૨૦ ની સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં નગર પાલિકા ની પ્રમુખ ની બેઠક એસ.સી,એસ.ટી હોવાના કારણે કેટલાક કોન્ટ્રાકટરો,નગર સેવકો પુનઃ ૨૦૨૦ ની ચૂંટણી માં ટિકિટ મેળવવા માટે પોતાના આકાઓ પાસે આજીજી કરી રહ્યા હોય તેવી ચર્ચા એ ભારે જોર પકડયું છે.તો કેટલાક નગર સેવકો પોતાના વિસ્તારો માં જરૂરિયાતમંદ લોકો ને વિવિધ સહાય તેમજ વિકાસ ના કામો કરાવવા માટે ધમપછાડા કરી રહ્યા છે.તો ભરૂચ ના કેટલાક નગર સેવકો પ્રદેશ પ્રભારીના શરણે પણ પહોંચી રહ્યા છે.પરંતુ મતદારો પણ જાગૃત થઈ ગયા છે. તેઓ ના જન પ્રતિનિધિ એવા હોવા જોઈએ જે દુઃખ માં તેઓની પડખે ઉભા રહે નહીં કે મતદારો ના મત મેળવી કરોડપતિ બનવા ના સપના ઉમેદવારો સામે મતદારો માં તો આક્રોશ જોવા મળી રહ્યો છે.

ભરૂચવાસીઓ છેલ્લા પાંચ વર્ષ માં ગંદકી ના પ્રશ્ને,ડેન્ગ્યુ,ઝેરી મેલેરિયા,પીવાનું પાણી,બિસ્માર રોડ સહીત અનેક જીવન જરૂરિયાત મુદ્દે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા પરંતુ હવે આવનારી ૨૦૨૦ ની સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં મતદારો પોતાનો પડચો બતાવવા સજ્જ થઈ ચુક્યા હોય તેમ લાગી રહ્યુ છે.હજુ પણ આવનારી સ્વરાજ્ય ની ચૂંટણી માં ભાજપ અને કોંગ્રસ સિવાય અન્ય કેટલા પક્ષો અને અપક્ષ ચૂંટણી માં ઝંપલાવશે તે પણ એક લોકો માં ચર્ચાઓ નો વિષય બની ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.