ભરૂચ નગર પાલિકાની બજેટલક્ષી સામાન્ય સભામાં પાછલા વર્ષોના બજેટના મુદ્દે વિપક્ષનો હોબાળો
વર્ષ ૨૦૨૦-૨૧ ના રૂપિયા ૧૫૦.૭૧ કરોડ ના રૂપિયા ૧૬.૪૨ કરોડ ની પુરાંતવાળા બજેટ ને સર્વાનુમતે મંજૂરી. : કોઈ નવા કરવેરા નહીં,બજેટ કોપી પેસ્ટ હોવાનો વિપક્ષ નો આક્ષેપ.
ભરૂચ: ભરૂચ નગર પાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા મળી હતી જેમાં ચૂંટણી વર્ષ ને ધ્યાન માં રાખી કોઈ નવા કરવેરા નાંખવામાં આવ્યા નથી.વર્ષ ૨૦૨૦-૨૧ ના રૂપિયા ૧૫૦.૭૧ કરોડ ના રૂપિયા ૧૬.૪૨ કરોડ ની પુરાંતવાળા બજેટ ને વિપક્ષ ના આગલા બજેટ ના કામો થયા ન હોવાના આક્ષેપ વચ્ચે સર્વાનુમતે અંતે પસાર કરાયુ હતુ.
કોરોના ના માહોલ વચ્ચે ભરૂચ નગર પાલિકા ની આગામી ચૂંટણી પૂર્વે નું અંતિમ વર્ષ ૨૦૨૦-૨૧ નું બજેટ માટે પાલિકા સભાખંડ ખાતે સામાન્ય સભા પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા ની અધ્યક્ષતા માં મળી હતી.જેના પ્રારંભે જ વિપક્ષ ના નેતા સમશાદઅલી સૈય્યાદ તેમજ અન્યો એ ૨૦૧૦-૨૦૨૦ ના દશ વર્ષ ની બજેટ ની બાકી રહેલી વિવિધ જોગવાઈઓ અંગે ના પોસ્ટરો સભા માં દર્શાવી બજેટ માં માત્ર આંકડાકીય માયાજાળ રચી ને પ્રજાજનો ને સોનેરી સ્વપ્નો બતાવવા માં આવે છે પંરતુ તે માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.તેમ જણાવવા સાથે શાસકો દ્વારા પ્રતિવર્ષ ની જેમ આ વર્ષે પણ કોપી
પેસ્ટ બજેટ રજુ કરાયુ હોવાનો આક્ષેપ કરી પાછલા બજેટ ની બાકી રહેલા કામો ની યાદી રજુ કરી હતી.
આ દરમ્યાન વિપક્ષ ના આક્ષેપો સામે શાસક પક્ષ તરફે ખુદ પ્રમુખ સુરભીબેન તમાકુવાલા ઉપરાંત ઉપપ્રમુખ ભરતભાઈ શાહ,પૂર્વ શાસક પક્ષ ના નેતા વિજય કોન્ટ્રાકટર,દિપક મિસ્ત્રી વિગેરે મોરચો સંભાળતા એક તબક્કે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.
વિપક્ષ ના તમામ આક્ષેપો અને હોબાળા બાદ શાસક પક્ષ ના પૂર્વ નેતા વિજય કોન્ટ્રાકટરે વર્ષ ૨૦૨૦-૨૧ ના રૂપિયા ૧૫૦૭૧ કરોડ ના રૂપિયા ૧૬.૪૨ કરોડ ના પુરાંતવાળા બજેટ ને કોઈપણ નવા કરવેરા સાથે નું ગણાવી વિપક્ષ ને અનુમોદન આપવા અપીલ કરતા અંતે વર્ષ ૨૦૨૦-૨૧ ના બજેટ ને સર્વાનુમતે મજૂરી ની મહોર મારવામાં આવી હતી.વિપક્ષ ના નેતા સમશાદઅલી સૈયદે સભા માં સર્જાયેલ વિવાદ સાથે શાસક પક્ષ દ્વારા કોપી પેસ્ટ બજેટ રજુ કરાયુ હોવાનો આક્ષેપ કરવા સાથે ડોર ટુ ડોર કોન્ટ્રાકટર ના રૂપિયા ૧૨ લાખ ના વધારા નો તેઓ ના વિરોધ ના કારણે તે મુલતવી રાખવામાં આવ્યો હોવાનું કહ્યું હતું.
ભરૂચ નગર પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા એ પાછલા બજેટ ના મોટાભાગ ના વિકાસકાર્યો અંતિમ તબક્કા માં હોવાનું જણાવી આગામી વર્ષ માટે શહેર ના વિવિધ વિકાસકાર્યો માટે ના રૂપિયા ૧૫૦.૭૧ કરોડ ના બજેટ ને સર્વાનુમતે મંજૂરી આપવામાં અહીં હોવાનું જણાવ્યું હતું.તેઓ એ સામાન્ય સભા માં પ્રમુખ પદ ની અને સભા ની ગરિમા જળવાઈ ન હોવાનું કહી વિપક્ષ નાવર્તન અંગે પ્રશ્નો કર્યા હતા.
કોરોના વાયરસ ના માહોલ વચ્ચે ભરૂચ નગર પાલિકા ની બજેટલક્ષી સામાન્ય સભા માં બજેટ સિવાય અન્ય સાત એજન્ડાઓ પણ ચર્ચા વિચારણા અને વિરોધ વિવાદ વચ્ચે બહાલી આપવામાં આવી હતી.બજેટલક્ષી સામાન્ય સભા માં આગામી વર્ષ ના બજેટ ના બદલે પાછલા વર્ષો ના બજેટ અંગે વધુ વાદવિવાદ અને હોબાળો થયા હતા.