ભરૂચ નગર પાલિકાની સામાન્ય સભામાં પશ્ચિમ વિસ્તારના રહીશોનો વિરોધ
ભરૂચ : ભરૂચ નગર પાલિકા ની સામાન્ય સભા માં પશ્ચિમ વિસ્તાર ના રહીશો એ ધસી જઈ ગંદકી,રોગચાળો અને બિસ્માર માર્ગના મુદ્દે ઉગ્ર રજૂઆત કરતા હોબાળો મચી જવા પામ્યો હતો.પાલિકા પ્રમુખે સામાન્ય સભા બાદ આ મુદ્દે ચર્ચા કરી નિવારણ માટેની ખાત્રી આપતા કામગીરી પુનઃ શરૂ થઈ શકી હતી.
દિવાળી પૂર્વે ભરૂચ નગર પાલિકા ની સામાન્ય સભા સભાખંડ ખાતે મળનાર હોય સમગ્ર સંકુલ માં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.તે દરમ્યાન ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર ના રહીશો એ સામાન્ય સભા માં ધસી જઈ તેઓ ના વિસ્તાર સાથે ઓરમાયુ વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ગંદકી,રોગચાળો અને બિસ્માર માર્ગ ના મુદ્દે ઉગ્ર રજૂઆત કરતા એક તબક્કે મામલો ગરમાયો હતો અને સામાન્ય સભા ની કામગીરી માં વિક્ષેપ થતા હોબાળો મચી જવા પામ્યો હતો.
આ મુદ્દે રહીશો ની ઉગ્રતા અને આક્રોશ ને શાંત પાડતા પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા એ તેઓની સમસ્યા અંગે સામાન્ય સભા બાદ તેઓ સાથે ચર્ચા કરી તેના નિવારણ માટે ની ખાત્રી આપતા મામલો સમેટાયો હતો.