ભરૂચ નગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષનો ખીચડી કૌભાંડનો આક્ષેપ

નર્મદા નદીમાં પૂર સમયે અસરગ્રસ્તો ને જમાડવાના રૂપિયા પોણા સાત લાખ ઉપરાંત ના ખર્ચ સામે વિપક્ષના સવાલ.
ભરૂચ: બજેટ પૂર્વે ની ભરૂચ નગર પાલિકા ની સામાન્ય સભા મળી હતી.જેમાં વિપક્ષે પૂર વખત ના કઢી ખીચડી ના રૂપિયા 6.84 લાખ ના ખર્ચ માં કૌભાંડ ની શંકા વ્યયક્તિ કરતા તોફાની બની હતી.જેને શાસક પક્ષે વિપક્ષના સુધારા પર સુધારો લખવી બહુમતી ના જોરે પસાર કરાવી લીધું હતું.વિપક્ષે આ ઉપરાંત ત્રિમાસિક ખર્ચ ના મુદ્દે પણ શાસક પક્ષ ને ઘેર્યો હતો.સભા માં વિવિધ સમિતિઓ ના કુલ 38 કાર્યો ને બહાલી આપવામાં આવી હતી.
ભરૂચ નગર પાલિકા સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા ની અધ્યક્ષતા માં મળેલ સામાન્ય સભા ના પ્રારંભે સિનિયર એડવોકેટ અને પાલિકા ના પૂર્વ સભ્ય મુકુલ ઠાકોર ના દુઃખદ નિધન બદલ બે મિનિટ નું મૌન પાળી તેઓને શ્રદ્ધાંજલી અર્પવામાં આવી હતી.સામાન્ય સભા નો પ્રારંભ થતા જ ચોમાસા દરમ્યાન નર્મદા માં આવેલ ભારે પૂર ના સમયે અસરગ્રસ્તો ને જમવાનુ પૂરું પાડવા કરાયેલ rupiya ,84,900 ના ખર્ચ ના મુદ્દે વિપક્ષી નેતા સમશાદઅલી સૈયદ અને અન્યો એ તેમાં કૌભાંડ કરાયુ હોવાના આક્ષેપ સાથે ટેન્ડરિંગ ની પ્રક્રિયા ધારાધોરણ મુજબ કરવામાં આવ્યું હોવાનું જણાવતા હોબાળો મચી જવા પામ્યો હતો.
વિપક્ષે ખીચડી કૌભાંડ નામ સાથે શાસક પક્ષ ને ભીંસ માં લેતા શાસક પક્ષ ના પૂર્વ નેતા વિજય કોન્ટ્રાકટરે તમામ આક્ષેપો ફગાવી દેવા સાથે આ મુદ્દે વિપક્ષ ને સુધારો લખાવવા જણાવ્યા બાદ વિપક્ષ ના સુધારા પર સુધારો લખાવી મતદાન દરમ્યાન બહુમતી થી વિપક્ષ ને પછડાટ આપી હતી.
વિપક્ષી સભ્યોએ આ બાળપણ આક્રમકતા ચાલુ રાખી ત્રિમાસિક હિસાબ મંજુર કરવાના મુદ્દે કારોબારી અધ્યક્ષ સહીત શાસક પક્ષ ને ભીંસ માં લેતા શાસક પક્ષ ના સિનિયર સભ્યો એ બચાવ માં ઉતરવું પડયું હતું.
અંતે આ મુદ્દે બે દિવસ બાદ વિપક્ષ ને તમામ વિગત મુજબ આવક અને જાવક બતાવવાનું જણાવી મામલો થાળે પાડવામાં આવ્યો હતો.આ ઉપરાંત આગામી બજેટ ની ડાયરી ના રૂપિયા ત્રણ લાખ ના ખર્ચ સામે પણ વિપક્ષે પ્રશ્નો કરી અંતે 1000 ના બદલે 500 ડાયરી છપાવવાનો નિર્ણય કરાયો હતો.
લગભગ અઢી કલાક ચાલેલી સામાન્ય સભા માં પ્રારંભિક વિવાદ બાદ વિવિધ સમિતિ ના 38 જેટલા કામો ને મંજૂરી મહોર મારવામાં આવી હતી.