Western Times News

Gujarati News

ભરૂચ નગર પાલિકાનું ખીચડી કૌભાંડ હવે છાપરે ચડીને પોકારવા મજબૂર

ખાતો નથી અને ખાવા દેતો નથી પરંતુ ખાવા માંથી જ ખવાય છે તેનું શું? : ભરૂચ નગર પાલિકાના કઢી ખીચડી કૌભાંડમાં જાણો શું છે નવો વળાંક. : સેવાભાવી સંસ્થાઓએ અસરગ્રસ્તોને ૧૮ દિવસ જમાડવા નો ખર્ચ સવા લાખ. : સેજલ દેસાઈ 

ભરૂચ નગર પાલિકાના કઢી ખીચડી ના ૬ લાખ ૮૪,૦૦૦ કઈ રીતે ? :   સેવાભાવી સંસ્થાઓ કરશે નગરપાલિકાને રજૂઆત વિપક્ષ કરશે મેજિસ્ટ્રેટની કોર્ટમાં ૨૫૮ દાખલ કરશે : શમસાદઅલી સૈયદ 

ભરૂચ: ભરૂચ નગર પાલિકા હરહંમેશા ભ્રસ્ટાચાર માં ખદબદતી રહેતી હોઈ છે ત્યારે તાજેતર માંજ ચોમાસા ની ઋતુ માં નર્મદા નદી માં આવેલા પૂર માં કાંઠા  વિસ્તાર ના અસરગ્રસ્તો ને કઢી ખીચડી ૬ લાખ ૮૪ હજાર ની ખવડાવી હોવાની બિલ મુકતા અસરગ્રસ્તો ની વ્હારે આવેલી સેવાભાવી સંસ્થાઓ એ નગરપાલિકા સામે વિરોધ નો સુર ઉઠાવતા કાઢી ખીચડી માં ગોબાચારી થઇ હોવાના આક્ષેપ સાથે ભરૂચ નગર પાલિકા ને સોમવારે ગજવી મુકનાર છે.

માનવસેવા એ પ્રભુ સેવા નું સૂત્ર અહીંયા નકાબ થઇ રહ્યું છે કારણ એ માનવસેવાના નામે મલાઈ ચટાઈ રહી હોવાનું સામે આવ્યું છે .ભરૂચ નગરપાલિકા એ વરસાદી ઋતુ માં નર્મદા નદી માં આવેલા પૂર ને લઇ કાંઠા વિસ્તાર ના અસરગ્રસ્તો ને કઢી ખીચડી ખવડાવવા માટે પાલિકા એ અઘ્યક્ષ સ્થાને તાબડતોબ પોતાનાજ મળતીયાઓ ને કઢી ખીચડી નો કોન્ટ્રાકટ આપી દઈ તેનું બિલ ૬ લાખ ૮૪ હજાર સામાન્યસભા માં મંજુર કરવા મુક્તાની સાથે જ વિપક્ષીઓ એ વિરોધ નો સુર ઉઠાવી સત્તાપક્ષે કઢી ખીચડી માં પણ ખાઈકી કર્યા હોવાના આક્ષેપ ના પગલે ભ્રષ્ટાચારી પદાધિકારીઓ ના હોશ ઉડી ગયા હતા

છતાં નગર પાલિકા ના સત્તાધારીઓ એ બિલ ને મંજૂરી આપતા વિપક્ષે આ બાબતે મેજિસ્ટ્રેટ ની કોર્ટ મા ૨૫૮ દાખલ કરવાની કાર્યવાહી કરી છે. તો બીજી તરફ ભરૂચ નગરપાલિકા ના અસરગ્રસ્તો ને ખવડાવેલ કઢી ખીચડી નું બિલ ૬ લાખ ૮૪ હજાર મુકવામાં આવતા અસરગ્રસ્તો ને વિવિધ સેવાભાવી સંસ્થાઓ હિન્દૂ મુસ્લિમ સમાજ ના સંગઠનો ઘ્વારા ૧૮ દિવસ સુધી જમાડવામાં આવ્યા હતા

ત્યારે આ લોકોનું બિલ માત્ર સવા લાખ કે દોઢ લાખ થયું હોવાના ઘટસ્ફોટ મીડિયા ના માધ્યમ થી કરતા કઢી ખીચડી ના કૌભાંડ નગરપાલિકા માટે શરમજનક સાબિત થઇ રહ્યું છે .જોકે આ સમગ્ર નગર પાલિકા ના કઢી ખીચડી કૌભાંડ લોકો માટે હાસ્યસ્પદ બની ગયું હોઈ તેમ લાગી રહ્યું છે કારણ કે જે તે સમયે નગરપાલિકા નિસહાય અસરગ્રસ્તો સુદી પહોંચી ન હતી જેના કેટલાક વિડિઓ અસરગ્રસ્તો ના મીડિયા એ કવરેજ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.