ભરૂચ નગર પાલીકાની મક્તમપુર રોડ ખાતેની પાણીની ટાંકીનો જર્જરિત, દાદર ધરાશાયી થતાં આસપાસના રહીશોમાં ગભરાટ
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ નગર પાલિકા ની મક્તમપુર ફિલ્ટરેશન પ્લાન્ટ સંકુલ ની પાણી ની ટાંકી અત્યંત જર્જરિત થઈ ગઈ છે જેનો સીડી નો કેટલોક હિસ્સો ધરાશયી થતા આસપાસ ની સોસાયટી ના રહીશો માં ભય પ્રસરી જવા પામ્યો છે.જો કે સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.
ભરૂચ નગર પાલિકા દ્વારા ચોમાસા પૂર્વે શહેર ની જોખમી ઈમારતો ને ઉતારી લેવા તથા મરામત માટે નોટીસ પાઠવવામાં આવે છે. પ્રતિ વર્ષ ની જેમ આ વર્ષે પણ ભરૂચ શહેર ની ૨૫૦ થી વધુ જોખમી ઈમારતો ના માલિકો ને આ અંગે નોટીસ છે.પરંતુ પાલિકા ના પોતાના તાબા હેઠળ ની ઈમારતો,કચેરીઓ કે પાણી ની ટાંકી ની સ્થિતિ અંગે અહેવાલ કરવાની તસ્દી લેવામાં આવી હોય તેમ જણાતું નથી કારણકે જ્યોતિનગર પાસે આવેલ મક્તમપુર ફિલ્ટરેશન પ્લાન્ટ સંકુલ માં આવેલ પાણી ની ટાંકી ની મરામત પ્રત્યે પાલિકા દ્વારા કોઈપણ પ્રકાર ની ધ્યાન રાખવામાં આવતું ન હોય આ ટાંકી અત્યંત જર્જરિત થઈ જવા પામી છે.
આ જર્જરિત થયેલ પાણી ની ટાંકી ની સીડી નો કેટલોક હિસ્સો અચાનક ધરાશયી થતા આ દ્રશ્ય નિહાળી આસપાસ ના રહીશો માં ગભરાટ પ્રસરી જવા પામ્યો છે.ટાંકી ના સપોર્ટ જર્જરિત અને જોખમી થતા ગમે ત્યારે આખે આખી આ ટાંકી ધરાશયી થાય તો કાટમાળ આસપાસ ની સોસાયટી ના રહીશો માટે જીવલેણ નીવડી શકે તેવી આશંકા પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે.
પાલિકા કોઈ મોટી પૂર્વે જ સલામતી પૂર્વક આ જોખમી બનેલ પાણી ની ટાંકી ઉતારી લઈ લોકો ની આશંકા નું સમાધાન લાવે અને લોકો ને ભય મુક્ત કરે તે જરૂરી બન્યું છે.