ભરૂચ નગર પાલીકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ
ગોલ્ડન બ્રીજ થી કોલેજ રોડ સુધી ના લારી ગલ્લા હટાવતા દબાણકર્તાઓ માં ફફડાટ. |
ભરૂચ : ભરૂચ નગર પાલીકા દ્વારા ગોલ્ડન બ્રીજ થી કોલેજ રોડ પર ના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા દબાણકર્તા ઓ માં ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો.
ભરૂચ કોલેજ રોડ પર ગોલ્ડન બ્રીજ થી સમાંતર બની રહેલ માં રેવા બ્રીજ અને ફલાય ઓવર ની નીચે લારી ગલ્લા વાળા ઓએ દબાણ કર્યું છે જે સામે ભરૂચ નગર પાલીકા એ લાલ આંખ કરતા પોલીસ પ્રોટેક્શન સાથે પાલીકા ની દબાણ હટાવ શાખા ના સલીમભાઈ પટેલ,અમરભાઈ પટેલ સહીત ટીમના માણસો ત્રાટકી હતી અને ત્યાંથી દબાણો હટાવ્યા હતા અને હવે દબાણ ન કરવા તાકીદ પણ કરાઈ હતી.
વાહન વ્યવહાર થી ધમધમતા અને બ્રીજ ની કામગીરી ના કારણે કોલેજ રોડ પર ગેરકાયદેસર દબાણો ના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ને પણ ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે સમયાંતરે આ રીતે દબાણ હટાવ કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.