ભરૂચ ની બાયપાસ ચોકડી નજીક મારામારી નો વિવાદ
હોસ્પીટલ સંચાલકોએ પોલીસ મથકમાં વર્ધી ન આપતા ઈજાગ્રસ્ત ગ્લુકોઝ ના બોટલ સાથે બી ડિવિઝન પોલીસ મથકે. પોલીસ મથક ના પી.આઈ એ હોસ્પીટલ ના સંચાલકો નો ઉધળો લીધો. મારમારી માં બંને પક્ષો ની સામ સામે ફરીયાદ.
ભરૂચ: ભરૂચ ની બાયપાસ ચોકડી નજીક ચા ની લારી ઉપર સિગરેટ ના ધુમાડા બાબતે બોલાચાલી બાદ ઢીંગાણું સર્જાતા એક વ્યક્તિ ને મોઢા ના ભાગે ચપ્પુ ના ઘા ઝીંકી દેતા ઈજાગ્રસ્ત ને સારવાર અર્થે ખસેડાયો.પરંતુ હોસ્પીટલ સંચાલકો એ ઈજાગ્રસ્ત અંગે ની વર્ધી પોલીસ મથકે ન આપતા ઈજાગ્રસ્ત મારૂતીવાન મારફતે ગ્લુકોઝ ના બોટલ સાથે બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધવતા પોલીસ મથક ના પી.આઈ એ હોસ્પીટલ ની બેદરકારી સામે ઊધડો લઈ તતડાવ્યા હતા.
બનાવની પોલીસ સૂત્રીય માહિતી અનુસાર ગતરોજ મોડીરાત્રી એ બાયપાસ ચોકડી પાસે ની ચા ની લારી ઉપર સિગરેટ ના ધુમાડા કરવા મુદ્દે બોલાચાલી બાદ ઝપાઝપી થતા મારામારી થઈ હતી.જેમાં મહંમદ રબ્બાની યુનુસ મંજરે પોતાના હાથ માં રહેલું ચપ્પુ તૌસીફ યુસુફ પટેલ નામના વ્યક્તિ ના મોઢા ઉપર મારી દઈ ગંભીર ઈજાઓ પહોંચાડવા સાથે છાતી ઉપર ઢીંકા પાટુ નો માર મારી ગંભીર હાલત માં સારવાર માટે ભરૂચ ની પટેલ વેલ્ફેર હોસ્પીટલ માં ખસેડવામાં આવ્યો હતો
.જ્યાં હુમલાખોરો એ મામલો પોલીસ મથકે ન જવા માટે હોસ્પીટલ સંચાલકો સાથે મીલીભગત કરી હોવાના આક્ષેપ ના પગલે ઈજાગ્રસ્ત ની વર્ધી પોલીસ મથકે ન પહોંચતા ઈજાગ્રસ્ત સાડા ત્રણ થી ચાર કલાક બાદ ગ્લુકોઝ ના બોટલ સાથે મારૂતીવાન માં બેસી બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી પોતાની ફરીયાદ નોંધાવી હતી.જો કે ફરજ પર ના પી.આઈ આ દ્રશ્ય જોઈ ચોંકી ઉઠ્યા હતા અને હોસ્પીટલ ના સંચાલકો વર્ધી કેમ ન આપી તેમ કહી વેલ્ફેર હોસ્પીટલ ના સંચાલકો નો ઉધડો લઈ તતડાવ્યા હતા
.જોકે ઈજાગ્રસ્તે હોસ્પીટલ સંચાલકો ની બેદરકારી સામે મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો. જો કે હોસ્પીટલ સંચાલકો એ પણ મોડી રાત્રી એ લોકો ના ટોળા વધુ પ્રમાણ માં હોય અને હોસ્પીટલ માં પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાને રાખી વર્ધી આપવામાં વાર લાગી હશે.પરંતુ સમગ્ર ઘટના મુદ્દે વેલ્ફેર હોસ્પીટલ ના સંચાલકો એ દિલગીરી વ્યક્ત કરી હતી.
તો સામે પક્ષ માં હુમલાખોરો ને ઈજા થઈ હોવાના પગલે મહંમદ રબ્બાની યુનુફ મંજર ના ઈસમે પણ તૌસીફ યુસુફ પટેલ સામે તથા અન્ય બે અજાણ્યા વ્યક્તિઓ સામે ફરીયાદ નોંધાવી હતી.જેમાં મહંમદ રબ્બાની યુનુફ મંજર ને હાથ તથા પગ માં ઈજા થઈ હોવાના કારણે પણ તેઓ ને હોસ્પીટલ માં જ દાખલ કરવામાં આવ્યા હતા. બી ડિવિઝન પોલીસે બંને પક્ષો ની સામસામે ફરીયાદ લઈ કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે.