ભરૂચ નેશનલ હાઈવે ૪૮ ઉપર તેલના ડબ્બા ભરેલો ટેમ્પો પલ્ટી મારી જતા તેલના ખાબોચીયા ભરાયા

તસવીરઃ વિરલ રાણા, ભરુચ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના નેશનલ હાઈવે ૪૮ પર આવેલ નર્મદા ચોકડી નજીકના હોટેલ ન્યાય મંદિર નજીક આઈસર ટેમ્પો ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા તેલના ડબ્બા ભરેલો ટેમ્પો પલટી મારી જતાં સ્થાનિકો માં ફફડાટ મચી ગયો હતો.તેલના ડબ્બા રોડ ઉપર ભેળવી છે.હતા જાહેર માર્ગ ઉપર તેલનાં ખાબોચીયા ભરાયા હતા જેના પગલે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો.
ભરૂચ જીલ્લામાં અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે ભરૂચ જિલ્લાના નેશનલ હાઈવે ૪૮ પર પાલેજ તરફથી ભરૂચ તરફ આવી રહેલા તેલના ડબ્બા ભરેલ આઈસર ટેમ્પો ચાલકે હોટેલ ન્યાય મંદિર નજીક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા આઈસર ટેમ્પો પલ્ટી મારી હતો અને ટેમ્પા માં રહેલા તેલના ડબ્બા રોડ ઉપર વેર વિખેર થયા હતા.
જાહેર માર્ગ ઉપર સર્જાયેલા અકસ્માતના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો ટેમ્પામાં રહેલા તેલના ડબ્બા ફાટી જવાના કારણે તેલનાં ખાબોચીયા પણ જાહેર માર્ગો પર ભરાયા હતા સદ્દનસીબે ટેમ્પો ચાલકને ઈજા થવા પામી ન હતી.પરંતુ આ અકસ્માતમાં હજારો રૂપિયાનું તેલ રોડ ઉપર રઝળતુ થઈ જતા મોટું નુકસાન થયું હતું.