ભરૂચ પાલિકાએ પ્રતિબંધિત ૧૫ જેટલી તુક્કલ ઝડપી લઈ કામગીરીનો સંતોષ માણ્યો

ભરૂચ: પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલ સામે તંત્ર દ્વારા જાહેરનામુ બહાર પાડ્યા બાદ કલેકટર ના હુકમ પછી ભરૂચ નગર પાલિકા એ શહેરના વિવિધ સ્ટોલ ઉપર ચેકીંગ પ્રક્રિયા હાથધરી હતી અને વેપારીઓને પૂછ્યું હતું કે તમે તુક્કલ અને ચાઈનીઝ દોરી વેચો છો?શું વેપારીઓ સાચું બોલે ખરા?ચેકીંગ કરવા જતી ટીમે ડમી ગ્રાહક મોકલી ચાઈનીઝ દોરી અને તુક્કલને ઝડપી પાડી કાર્યવાહી કરવાની જરૂર છે.માત્ર પંદર જેટલી તુક્કલને ઝડપી પાડી માત્ર કામગીરી નો સંતોષ માણ્યો હતો.
ઉત્તરાયણ પર્વ ને હવે ગણતરી નો સમય બાકી છે ત્યારે ભરૂચ માં પણ ચાઈનીઝ દોરી અને તુક્કલ નું વેચાણ ધૂમ થઈ રહ્યુ હોય તેવી ફરિયાદો ઉઠવા પામી છે.ભરૂચ શહેરના વિવિધ વિસ્તારો માં હંગામી ધોરણે ઉભા થયેલા પતંગ સ્ટોલો પર ખાનગી રાહે ચાઈનીઝ દોરા અને તુક્કલ નું વેચાણ થઈ રહ્યુ હોવાની ફરિયાદ ઉઠી રહી છે.
ત્યારે ભરૂચ નગર પાલિકા ના અધિકારીઓએ કલેકટર ના હુકમ બાદ શક્તિનાથ વિસ્તાર માં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલો નું ચેકીંગ હાથ ધર્યું હતું.પરંતુ માત્ર પંદર જેટલા જ પ્રતિબંધિત તુક્કલો મળી આવ્યા હોવાનું સામે આવ્યું હતું.તો પાલિકા ના અધિકારીઓ એ કબ્જે કરી કામગીરી નો સંતોષ માણ્યો હતો.જોકે ભરૂચ નગર પાલિકા ના અધિકારીઓ ડમી ગ્રાહકો ઉભા કરી વિવિધ સ્ટોલ ઉપર ચાઈનીઝ દોરી અને તુક્કલો ખરીદી કરવા મોકલો તો ભરૂચ માં ખાનગી રાહે વેચાણ થઈ રહેલા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલોનો પર્દાફાશ થઈ શકે છે.