ભરૂચ ભોલાવની હરીદ્વાર સોસાયટીમાંથી વિદેશી દારુ ઝડપી પાડતી LCB પોલીસ

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ એલ.સી.બી પોલીસે બાતમી ના આધારે ભોલાવ ગ્રામ પંચાયત ની હદ માં આવેલ હરિદ્વાર સોસાયટી માં વિદેશી દારૂ નું વેચાણ ચાલી રહ્યું હોવાની માહિતી મળતા પોલીસે રેડ પાડી વિદેશી દારૂ ના જથ્થા સાથે બુટલેગરને 96 હજાર ઉપરાંત ના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી 6 લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે.
બનાવની મળતી માહિતી અનુસાર સફેદ કલર ની જીજે 16 બીએન 6672 માં વિદેશી દારૂ નો જથ્થો સપ્લાય કરનાર હોવાની માહિતી ભરૂચ એલ.સી.બી પોલીસ ને મળતા પોલીસે ભોલાવ ની હરિદ્વાર સોસાયટી પાસે વિચ ગોઠવી હતી.તે દરમ્યાન બાતમી મુજબ સામે થી આવી રહેલી સફેદ કલર ની ફોર વહીલર ગાડી ને રોકી તેમાંથી તલાશી લેતા વિદેશી દારૂ ના પાઉચ નંગ 960 જેની કિંમત રૂપિયા 96 હજાર નો જથ્થો મળી આવતા પોલીસે ચાલક સચિનકુમાર બાબુભાઈ પંડયા ની પૂછપરછ કરતા તેઓ યોગ્ય જવાબ ન આપતા પોલીસે દારૂ ના જથ્થા સાથે બે નંગ મોબાઈલ કિંમત રૂપિયા 10 હજાર,ફોર વહીલર ગાડી કિંમત રૂપિયા 5 લાખ મળી રૂપિયા 6,06,000 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સચિન પપંડયા ની ધરપકડ કરી કારયદેસર ની કાર્યવાહી હાથ ધારવામાં આવી છે.