ભરૂચ માં કોરોના વાયરસ સંક્રમણ સામે આયુર્વેદિક ઉકાળા અને હોમીયોપેથી દવાનું વિતરણ
ભરૂચ: વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા મહામારી જાહેર કરાયેલા કોરોનાના વાયરસ (COVID-19) સંક્રમણ સામે સલામતી અને સાવચેતી માટે નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદિક અધિકારી ભરૂચ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણનો ભરૂચમાં આજ થી પ્રારંભ કરાયો હતો.જેનું જીલ્લા કલેક્ટર ડૉ.એમ.ડી.મોડિયાએ પણ ઉકાળાનું સેવન કર્યું હતું.આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન,નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ,પ્રાંત અધિકારીઓ,જીલ્લા આયુર્વેદિક અધિકારી તેમજ આયુર્વેદિક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ તા.૧૯/૦૩/૨૦૨૦ થી તા.૨૧/૦૩/૨૦૨૦ સુધી જીલ્લા કલેક્ટર કચેરી, ભોલાવ એસ.ટી.ડેપો,જીલ્લા કોર્ટ સંકુલ અને સબજેલ ભરૂચ ખાતે સમય સવારના ૧૦:૦૦ કલાક થી બપોરના ૦૧:૦૦ કલાક સુધી કરવામાં આવશે.તેની સાથે હોમીયોપેથી દવાનું વિતરણ પણ આયુર્વેદિક વિભાગ ધ્વારા કરવામાં આવનાર છે.