ભરૂચ માં પુનઃ મેઘરાજાની તોફાની બેટીંગ
(પ્રતિનિધિ) ભરૂચ : ભરૂચ જીલ્લા માં પુનઃ એકવાર હવામાન વિભાગ ની આગાહી ના પગલે વરસાદી માહોલ ની જમાવટ સાથે મેઘરાજા એ તોફાની બેટિંગ કરતા ભરૂચ ના માર્ગો પર પાણી ભરાયા હતા.તો ગણેશ મહોત્સવ ના આયોજકો માં મુકાયા હતા.
ભરૂચ શહેર અને જીલ્લા વાદળ છાયા વાતાવરણ અને ઉકળાટ સાથે દિવસ ની શરૂઆત થયા બાદ ધીમી ધારે આવનાર વરસાદ વરસી રહ્યો હતો.જોકે બપોર ના સમય બાદ મેઘરાજા નો મૂડ બદલાયો હોય તેમ અચાનક ધોધમાર વરસાદ વરસવા લાગ્યો હતો.
જેના પગલે ભરૂચ ના નીચાણવાળા વિસ્તારો સહિત મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકો સહીત રાહદારીઓ અટવાયા હતા.સતત દોઢ પોણા બે કલાક સુધી ધોધમાર વરસાદ વરસતા જનજીવન ને પણ વ્યાપક અસર થવા પામી હતી.
ભરૂચ જીલ્લા ના નવ તાલુકા પૈકી આમોદ,જંબુસર અને નેત્રંગ ને બાદ તાલુકાઓ માં વત્તા ઓછા પ્રમાણ મજા વરસાદ વરસ્યો હતો.જેમાં ભરૂચ જીલ્લા ના વાગરા માં સૌથી વધુ ૬૭ મી.મી વરસાદ સવાર ના ૬ વાગ્યા થી ૪ વાગ્યા સુધી વરસ્યો હતો.તો હાંસોટ માં ૩૭ મી.મી,ભરૂચ માં ૩૬ મી.મી,અંકલેશ્વર માં ૨૮ મી.મી,વાલિયા માં ૨૦ મી.મી અને ઝઘડિયા માં ૧૦ મી.મી મળી કુલ ૧૯૮ મી.મી વરસાદ વરસ્યો હતો.
બપોર બાદ એકાએક મેઘરાજા ની તોફાની બેટિંગ ને લઈને ગણેશ આયોજકો પણ ચિંતા માં મુકાયા હતા.જો કે સાંજ બાદ વરસાદે વિરામ લેતા થોડા અંશે આયોજકો માં રાહત જોવા મળતી હતી.*