ભરૂચમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરાઃ ઉભરાતી કચરાપેટી અને ગટરો
ભરૂચ નગર પાલિકાએ વિવિધ સંસ્થાઓને સ્વચ્છતાના એવોર્ડ એનાયત કર્યા : મહંમદપુરા ના ગોલવાડ માં ઉભરાતી કચરાપેટી અને ગંદકી થી વેપારીઓ મેદાન માં. : સતત વાહનો અને રાહદારીઓ થી ધમધમતા બજારની બારેમાસ ચોમાસા જેવી સ્થિતિ.: ઉભરાતી કચરાપેટી અને ગટરોથી રોગચાળો ફેલાવાની દહેશત.
ભરૂચ: ભરૂચ શહેર સ્વચ્છ બન્યું હોય તેમ ભરૂચ નગર પાલિકા દ્વારા વિવિધ સેવાભાવી સંસ્થાઓ ને સ્વચ્છતા ના એવોર્ડ એનાયત કરી રહી છે.પરંતુ ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર ના ગોલવાડ બજાર માં વેપારીઓ બારેમાસ વરસાદી ઋતુ ના માહોલ વચ્ચે દિવસો પસાર કરી રહ્યા છે.ઉભરાતી કચરાપેટી અને ગટરો થી લોકો ભંયકર રોગચાળા નો ભોગ બની રહ્યા છે.ત્યારે શું ભરૂચ સ્વચ્છ બન્યું છે ખરું?
ભરૂચ માં પ્રધાનમંત્રી નું સ્વચ્છતા અભિયાન ફોટો સેશન બની ગયું છે.વર્ષ ૨૦૧૯ માં ભરૂચ શહેર માં સ્વચ્છતા અભિયાન માં જોડાયેલી વિવિધ સેવાભાવી સંસ્થાઓ ને ભરૂચ નગર પાલિકા દ્વારા એવોર્ડ અને સન્માન પત્ર એનાયત કરાયા હતા.ત્યારે શું ભરૂચ એક વર્ષ માં સ્વચ્છ બન્યું છે ખરું?સ્વચ્છતા ના નામે લાખો રૂપિયા નો બગાડ થઈ રહ્યો છે અને ભરૂચ માં આજે પણ ગંદુ ગોબર જેવું જોવા મળી રહ્યુ છે.
ત્યારે ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર ની મુલાકાત મીડિયા એ લેતા ત્યાં ના વેપારીઓ બારેમાસ વરસાદી માહોલ નો અનુભવ કરી રહ્યા છે.કારણ કે આ વિસ્તાર માં ઉભરાતી ગટરો નું ગંદુ પાણી જાહેર માર્ગો પર થી પસાર થાય છે અને ઉભરાતી કચરાપેટી દુર્ગંધ થી વાહનચાલકો સહીત રાહદારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.આ વિસ્તાર માં ઉભરાતી કચરાપેટી અને ગટરો ના કારણે મચ્છરો ના ઉપદ્રવ થી લોકો રોગચાળા માં સપડાઈ રહ્યા છે.
આ વિસ્તાર માં ડેન્ગ્યુ,મલેરિયા,પાણીજન્ય રોગ જેવા ગંભીર રોગો માં લોકો સપડાય રહ્યા છે અને ગંદકીના સામ્રાજ્ય ના કારણે ગ્રાહકો પણ ખરીદી કરવા ન આવતા આજે પણ વેપારીઓ ને મોટું નુકશાન થઈ રહ્યુ છે.જો કે બારેમાસ વરસાદી ઋતુ નો અનુભવ કરતાં વેપારીઓ રસ્તા ઉપર ઉતરી આવી ભરૂચ નગર પાલિકા ની સ્વચ્છતા ની પોલ છતી કરી હતી.
કચરો અને ગંદુ પાણી પાલિકા માં ઠાલવી ઉગ્ર આંદોલન ની વેપારીઓ ની ચીમકી. ભરૂચ નો પશ્ચિમ વિસ્તાર ગંદકી થી ખદબદી રહ્યો છે.છતાં વેપારીઓ ની રજૂઆત બાદ પણ પાલિકા ના અધિકારીઓનું પેટ નું પાણી એ હલતું નથી.જેના કારણે બારેમાસ વરસાદી ઋતુ ના માહોલ વચ્ચે વેપાર કરતા અનાજ કરિયાણા ના વેપારીઓ પોતાના બજાર માં ઉભરાતી ગટરો ના પાણી અને ઉભરાતી કચરાપેટીઓ નો કચરો ભરૂચ નગર પાલિકા માં ઠાલવવાની ચીમકી આપવા સાથે ઉગ્ર આંદોલનની ચીમકી આપવા સાથે ભરૂચ નગર પાલિકા ને ગજવી મુકવાનું વેપારીઓ એ મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ.