ભરૂચ રેલવે ગોદીમાં જીપ્સમ હોવાનો વિવાદ
જીપીસીબી અને રેલવે તંત્રનું બેજવાબદારી પૂર્ણ વલણ જી પી સી પીએ માત્ર નોટિસ આપી જ્યારે રેલ્વેના અધિકારીઓ એ હાથ ઊંચા કરી દીધા.
ભરૂચ: વર્તમાન સરકારના વહીવટમાં સામાન્ય માણસના સ્વાસ્થ્ય અને હિતની ધરાર આવગણ થઈ રહી છે ભરૂચ રેલવે ગોદીમાં ઠલવાતું જીપ્સમ સ્વાસ્થ્ય માટે ખતરારૂપ હોવા છતાં જી પીસીબી અને રેલવે તંત્રના પેટનું પાણી હલતું નથી મીડિયાના અહેવાલ બાદ પણ જીપીસીબીએ કોઇ નક્કર કાર્યવાહી કરવાના સ્થાને રાબેતા મુજબ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો છે જ્યારે રેલવે વિભાગના અધિકારીએ ધરાર હાથ ઊંચા કરી દઈ પોતાની લાપરવાહી નો પુરાવો આપ્યો છે
ભરૂચ રેલવે ગોદીમાં કેમિકલયુક્ત જીપ્સમ પાવડર બે જવાબદારી પૂર્ણ રીતે બાલવાતા સરકારના ઘઉંના જથ્થામાં ભળતા અને પાવડર હવામાન ઉડતા લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો હોવાના અહેવાલ મીડિયામાં પ્રસારિત થતા જ જીપીસીબી અને રેલવે તંત્ર હરકતમાં આવ્યું હતું જીપીસીબી અધિકારી ફાલ્ગુન મોદી અને રેલવેના ફૂડ વિભાગના અધિકારીએ ભરૂચ રેલવે ગોડી ની મુલાકાત લીધી હતી જોકે આ મુલાકાતમાં બંને અધિકારીઓએ કોઈ નક્કર કામગીરી કરી ન હતી જીપીસીબી અધિકારી ફાલ્ગુન મોદીએ જીપ્સમ પાવડા લાવનાર કોન્ટ્રાક્ટરને માત્ર નોટિસ અને સલાહ સુચન આપી સંતોષ માન્યો હતો
જ્યારે રેલવેના ફ્રુટ અધિકારીએ તો પોતાના હાથ ઉંચા કરી લીધા હતા ઈન્ડિયાની ટીમ જોતા જ રેલ્વેના અધિકારી કોઈ નક્કર ખુલાસો કર્યા વિના જ સ્થળ ઉપર થી ભાગી છૂટયા હતા ઉલ્લેખનીય છે કે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય તે રીતે રેલવે ગોદીમાં જીપ્સમ ઠલવાઈ છે રેલવે અને પર્યાવરણ ના નીતિનિયમો ના લીરેલીરા ઉડાવી જીપ્સમ પાવડર ઠલવાઈ છે જે વાતાવરણને તો પ્રદૂષણ કઈ જ છે સાથે રેલવેમાં ઉતરતા સરકારી ઘઉંના જથ્થામાં પણ કેમિકલયુક્ત જીપ્સમ પાવડર ભરે છે જે લોકોના સ્વાસ્થ્ય માટે ખતરારૂપ છે આમ છતાં જીપીસીબી અને રેલવેના ફ્રુટ અધિકારી ઓએ કોન્ટ્રાક્ટ સામે દંડનીય કે કાયદેસરની કોઈ કાર્યવાહી ન કરતા તેમની કામગીરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે જેને લઇ એક જવાબદાર સરકારના અધિકારીઓ બેજવાબદાર હોય તેમ લાગી રહ્યું છે.