ભરૂચ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ટુ વ્હીલર વાહન ઓવરબ્રિજ ઉપર ચઢી ગયુ
ભરૂચ: રેલ્વે ના પ્લેટફોર્મ ના પાટા ઓરંગનાર ને દંડ અને પ્લેટફોર્મ ઉપર ટુ વ્હીલર વાહન ધસી આવે તેને કોઈ દંડ નહિ.
ભરૂચ રેલ્વે સ્ટેશન ના પ્લેટફોર્મ ઉપર પોતાના સગા સંબંધી ને લેવા માટે પોતાનું ટુ વ્હીલર લઈ પ્લેટફોર્મ ઉપર આવી જવા સાથે ઓવરબ્રિજ ઉપર ટુ વ્હીલર વાહન લઈને પસાર થતો વિડિઓ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થતા રેલ્વે પોલીસ ની બેદરકારી સામે આવી છે.
ભરૂચ રેલ્વે સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર ૪ અને ૫ ઉપર એક ટુ વ્હીલર વાહન ચાલક પોતાના સગા સંબંધીને લેવા માટે પોતાની ટુ વ્હીલર સાથે રેલ્વે સ્ટેશન ના પ્લેટફોર્મ ઉપર આવી જઈ પોતાનું ટુ વ્હીલર વાહન ઓવરબ્રિજ ઉપર થી લઈને પસાર થતો હોવાનો વિડીઓ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થતા ભરૂચ રેલ્વે પોલીસ કેટલી સતર્ક છે તે સાબિત થઈ રહ્યુ છે.જોવું રહ્યુ કે વાયરલ વિડીઓ બાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યુ.