ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિદેશી દારુના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી લીધા
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે નેશનલ હાઈવે ઉપરથી વિદેશી દારુ સહિતનો કુલ ૬૭ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડયો.
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લા એલસીબીની ટીમે ભરૂચ નજીક નેશનલ હાઈવે પરથી રૂપિયા ૫૭,૫૦,૪૦૦ ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારુના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લીધા હતા.જ્યારે આ ગુનામાં સંડોવાયેલા મનાતા અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મળતી વિગતો મુજબ ભરૂચ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટને મળેલ બાતમી મુજબ એલસીબી પીએસઆઈ એન.જી.પાંચાણી, જે.બી.જાદવ તેમજ જે.એન.ભરવાડની ટીમે ભરૂચ થી વડોદરા તરફ જતા નેશનલ હાઈવે પર શીતલ હોટલ પાસેથી ટ્રકમાં લ જવાતા રૂપિયા ૫૭,૫૦,૪૦૦ ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારુના જથ્થા સાથે અનીશખાન મજરખાન ખાન રહે.ગીતાનગર ઈન્દોર એમ.પી તેમજ ખિજરખા સાદીકખા ખાન રહે.બાલસમદ જી.ખરગોન એમ.પી.નાને ઝડપી લીધા હતા.
જ્યારે આ ગુનામાં સંડોવાયેલ મનાતા અન્ય બે ઈસમો આરીફખાન રહે.બાલસમદ એમ.પી અને મહેશભાઈ તન્ના ઉર્ફે મહેશ ઠક્કર રહે.વડોદરાનાને વોન્ટેડ જાહેર કરીને તેમને ઝડપી લેવા કવાયત હાથધરી હતી.પોલીસે રૂપિયા ૫૭ લાખનો વિદેશી દારુનો જથ્થો તેમજ એક ટ્રક જેની કિંમત રૂપિયા ૧૦ લાખ, મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા ૧૦૦૦ અને રોકડા રૂપિયા ૩૧૦ મળી કુલ રૂપિયા ૬૭,૫૧,૭૧૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.