ભરૂચ વડોદરા વચ્ચેના રેલવે ટ્રેક પર ચાવજ પાસેથી મહાકાય મગર મળી આવ્યો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ વડોદરા વચ્ચે ના ચાવજ પાસે રેલવે ટ્રેક પર મગર આવી જતા ગુડ્ઝ ટ્રેન ના ડ્રાઈવરે ટ્રેન થોભાવી વન વિભાગ ને જાણ કરાઈ હતી.વન વિભાગની ટીમે દોડી જઈ મહાકાય મગર ને રેસ્ક્યુ કરી ભરૂચ લાવ્યા હતા.
ભરૂચ વડોદરા રેલવે ટ્રેક પર થી જોધપુર જઈ રહેલ ગુડ્ઝ ટ્રેન પસાર થઈ રહી હતી દરમ્યાન ગુડ્ઝ ટ્રેન ના ડ્રાઈવર ને રેલવે ટ્રેક પર મહાકાય મગર નજરે પડતા સમય સુચકતા વાપરી ટ્રેન થોભાવી દઈ ભરૂચ રેલવે કંટ્રોલ માં આ અંગે ની જાણ કરી હતી.જેના પગલે રેલવે કંટ્રોલ દ્વારા વન વિભાગ નો સંપર્ક કરવામાં આવતા ડી.એફ.ઓ રાજ પટેલ ના માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ મહેન્દ્રસિંહ કઠવાડીયા,જીલ્લા વાઈલ્ડ લાઈફ વોર્ડન આશિષ શર્મા,ફોરેસ્ટર કે.ડી.પાટીલ,જીવદયા પ્રેમી સંસ્થા ના યોગેશ મિસ્ત્રી,રમેશ દવે,જયરામ ગલચર સહીત નો કાફલો તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા.રાત્રી ના અંધકાર માં જીવન જોખમે મહાકાય મગર ને રેસ્ક્યુ કરી આશરે બે કીલોમીટર જેટલું અંતર તેને ઊંચકી ને ચાવજ ફાટક પાસે લઈ આવી ને તેને ટેમ્પામાં નાંખી ભરૂચ ના ઝાડેશ્વર ખાતે ની રેવા નર્સરી ખાતે લઈ આવ્યા હતા.જે બાદ ટ્રેન વ્યવહાર થયાવત થયો હતો.
ભરૂચ ઝાડેશ્વર ખાતે ની રેવા નર્સરી ખાતે મગર ને વન વિભાગ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે.જે બાદ આ મગર ને સુરક્ષિત સ્થળે છોડવા માટે ની કવાયત હાથ ધરવામાં આવશે. ગુડ્ઝ ટ્રેન ના ડ્રાઈવર ની સમય સુચકતા અને વન વિભાગ ની ત્વરિત રેસ્ક્યુ કામગીરી થી મગર નો જીવ બચવા સાથે હોનારત થતા રહી ગઈ જે સારી વાત કહી શકાય.*