ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્યો ને ફિલટેક્ષ કંપની દ્વારા હેલ્મેટ અર્પણ કરાયા
ભરૂચ : સમાજના જાગૃત રહેવા પત્રકારોની સુરક્ષાને ધ્યાનમાં રાખી દહેજની ફિલટેક્ષ કંપની દ્વારા ભરૂચ જિલ્લાના પત્રકારો ના એકમાત્ર રજીસ્ટ્રર સંગઠન એવા ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ને હેલ્મેટ અર્પણ કરાયા હતા.
દેશભરમાં આજે ટ્રાફિક ના નિયમો અંગે સરકાર જાગૃત કરી રહી છે ત્યારે ભારત ના દરેક નાગરિકોએ વાહન ચલાવતી વખતે ટ્રાફિક ના નિયમો નું પાલન કરવું અને પોતાના પરિવાર માટે સુરક્ષા નામનું રક્ષણ કવચ આપવાની પોતાની ફરજ છે.ત્યારે જાગૃતિ ના ભાગરૂપે તમામ સભ્યો અને દરેક સભ્યો ના પરિવાર ની મહિલાઓની સુરક્ષા સબંધી એક મેલ અને એક ફિમેલ બંને પહેરી શકે એવા હેલ્મેટ ભરૂચના પગુથણ ગામ ખાતે જશુભાઈ પટેલના ફાર્મ હાઉસ ખાતે હેલ્મેટ અર્પણ કરવાના કાર્યક્રમમાં કંપનીના ચીફ જનરલ મેનેજર રવિન્દ્ર વર્મા તથા ભાવેશ ગોહિલ, ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જગદીશ પરમાર,પૂર્વ પ્રમુખ ઈદ્રિશ કાઉજી અને નિલેશ ટેલર સહિત પત્રકાર સંઘના હોદ્દેદારો અને પત્રકારો તથા ખેડૂત આગેવાન હસુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ સક્રિય પત્રકાર સંઘને હેલ્મેટ હેન્ડ ઓવર કરવા કંપનીના ચીફ જનરલ મેનેજર રવિન્દ્ર વર્મા એ કંપનીની સામાજિક જવાબદારીના ભાગરૂપે કરાયેલું સામાજિક કાર્યો ની ઝાંખી કરાવી હતી.તેમણે કહ્યું હતું કે જ્યાંથી કંપનીની આવક મેળવી રહી છે ત્યાંના લોકો માટે પોતાની આવકનો અમુક હિસ્સો સામાજિક જવાબદારીના ભાગરૂપે ઉપયોગમાં લેવો એ કંપનીની ફરજમાં આવે છે.
ભરૂચ સક્રિય પત્રકાર સંઘને હેલ્મેટ હેન્ડ ઓવર કરવા કંપનીના ચીફ જનરલ મેનેજર રવિન્દ્ર વર્મા એ કંપનીની સામાજિક જવાબદારીના ભાગરૂપે કરાયેલું સામાજિક કાર્યો ની ઝાંખી કરાવી હતી.તેમણે કહ્યું હતું કે જ્યાંથી કંપનીની આવક મેળવી રહી છે ત્યાંના લોકો માટે પોતાની આવકનો અમુક હિસ્સો સામાજિક જવાબદારીના ભાગરૂપે ઉપયોગમાં લેવો એ કંપનીની ફરજમાં આવે છે.
પત્રકાર સમાજના જાગૃત પ્રહરી છે
પરંતુ તેમની પણ સુરક્ષા જરૂરી છે.સરકારી ટ્રાફિક ના નિયમો બનાવતા પત્રકાર મિત્રો પણ ફિલ્મમાં જાય ત્યારે કાયદાના પાલન અને સુરક્ષાના ભાગરૂપે હેલ્મેટ પહેરવો જરૂરી બની જાય છે સાથે પત્રકારના પરિવારના સભ્યોની પણ સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી સામાજિક જવાબદારીના ભાગરૂપે જિલ્લા કે કંપની દ્વારા પત્રકાર સભ્યો અને તેના પરિવાર માટે મેલ અને ફીમેલ હેલ્મેટ અર્પણ કરી રહ્યા છે.
જ્યારે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જગદીશભાઈ પરમારે ફિલાટેક્ષ કંપની ના અભિગમો આવકારી આભાર વ્યક્ત કરી આગામી ૨૪ નવેમ્બરના રોજ હસુભાઈ પટેલના ફાર્મ હાઉસ ખાતે આયોજિત ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ના નિયમ મિલન સમારોહમાં નોંધાયેલા દરેક પત્રકાર સભ્યને આ હેલ્મેટ વિતરણ કરાશે તેમ જણાવ્યું હતું.