ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્યના સહયોગથી સ્મશાનમાં પતરાનો શેડ ઉભો કરાયો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચમાં કોવિડ સ્મશાનમાં પતરા નો શેડ ઝર્જરીત થઈ જતા પત્રકાર મુકેશ શર્માના સહયોગમાં ભરૂચ સક્રિય પત્રકાર સંગઠન દ્વારા નવો શેડ ઉભો કરાતા પત્રકાર સંગઠનની ટીમે કોવિડ સ્મશાનની મુલાકાત લીધી હતી.
કોરોનાની મહામારી ઉભી થતા કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓને અગ્નિદાહ આપવા માટે નર્મદાના દક્ષિણ કિનારે કોવિડ સ્મશાન ઉભું કરાયું હતું.જ્યાં ઉભા કરાયેલ પતારાના શેડ કાટ ખાઈને તૂટી જતા અગ્નિદાહ આપનાર મૃતકના સ્વજનો અને સ્મશાનમાં કામ કરતા લોકોને હાડમારી ભોગવવી પડતી હતી.
ભરૂચના પત્રકાર મુકેશ શર્માએ સ્મશાનમાં પતારાનો શેડ બનાવવાની પહેલ કરતા ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા શેડ ઉભો કરાયો છે. ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ ઈદ્રિશ કાઉજી, પૂર્વ પ્રમુખ જગદીશ પરમાર, શેડનું યોગદાન આપનાર પત્રકાર મુકેશ શર્મા,અનિલ અગ્નિહોત્રી, ફહામી મોતીવાલા,
પ્રેગ્નેશ પાટણવાડિયા,સચિન પટેલ,વિરલ રાણા તથા ધર્મેશ સોલંકીએ કોવિડ સ્મશાનની મુલાકાત લીધી હતી. જ્યાં પત્રકાર સંઘના પ્રમુખ ઈદ્રિશ કાઉજીએ પત્રકાર સંગઠન દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવાતું હોવાનું જણાવ્યું હતું.