ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા ‘એક શામ શહીદો કે નામ‘ મ્યુઝિકલ નાઈટ યોજાઈ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્વાતંત્ર પર્વ નિમિત્તે એક શામ શહીદો કે નામ મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લાના પત્રકારોના સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા ૭૫ માં સ્વાતંત્ર પર્વની પૂર્વ રાત્રીએ દેશના વીર જવાનોને શ્રધ્ધાસુમન અર્પવા સાથે મહામુલી આઝાદીમાં યોગદાન આપનાર શહીદોના માનમાં એક શામ શહીદો કે નામ મ્યુઝિકલ નાઈટનું આયોજન પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે કરાયું હતું.
જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરાયા બાદ શહીદો અને પત્રકાર પરિવારના મૃતકોને બે મિનિટના મૌનરૂપી શ્રદ્ધાંજલી અર્પવામાં આવી હતી.ત્યાર બાદ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ ઈંદ્રિશ કાઉજીએ ઉપસ્થિત મહેમાનોને આવકારવા સાથે સંસ્થા કાર્યોનો ટૂંકો પરિચય આપ્યો હતો
અને રાષ્ટ્રગાન કર્યા બાદ ગણેશ નૃત્ય સાથે મ્યુઝિકલ નાઈટનો પ્રારંભ થતા દેશભક્તિ સભર ગીત સંગીત અને નૃત્યની રમઝટ વડોદરાના કલાકારોએ બોલાવી ઉપસ્થિતોને દેશભક્તિમાં તરબોળ કર્યા હતા. આ દેશભક્તિ સભર સંગીત સફરમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા,અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા,ભરૂચ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,
ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ વિકી શોખી,ભરૂચ નગરપાલિકા વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદ,વિપક્ષ ના દંડક હેમેન્દ્ર કોઠીવાલા,ભરૂચ પાલિકા સભ્યો ઈબ્રાહિમ કલકલ,હેમુબેન પટેલ,વિભૂતિબેન યાદવ,કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલ,વાગરા તાલુકા પંચાયતના સુરેશ ભાઈ પરમાર સહિતના આગેવાનો સહિત ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પૂર્વ પ્રમુખ નિલેશ ટેલર, સહિતના હોદ્દેદારો તેમજ સભ્યો અને લોકો ઉપસ્થિત રહી મ્યુઝિકલ નાઈટ માણી હતી.*