ભરૂચ સિવિલ હોસ્પીટલમાં કેસ કઢાવવા માટે દર્દીઓની જામતી લાંબી કતારો
રોગચારાની સીઝન હોવાના કારણે દર્દીઓ અને વિધવા સહાય માટે જરૂરી વયમર્યાદા ના દાખલો કાઢવવા લોકોનો ધસારો: સિવિલ સર્જન જે.ડી.પરમાર
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ સિવિલ હોસ્પીટલ માં સારવાર માટે કેસ કઢાવવા માટે ની એક જ બારી ઉપર કેસ કાઢવાનું ચાલુ રહેતા દર્દીઓ અને લોકો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે સિવિલ હોસ્પીટલ સત્તાધીશો કેસ કઢાવવા વધુ કેસ બારી ચાલુ કરે તે જરૂરી છે.તો રોજ ની ત્રણસો થી વધુ લોકો ની ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે કેસ કઢાવવા માટે લાંબી કતારો જામતા હોવાના દ્રશ્યો પણ જોવા મળે છે.કારણકે વિધવા સહાય માટે લોકો ને વયમર્યાદા નો દાખલો પણ સિવિલ હોસ્પીટલ માંથી કાઢી આપવામાં આવતો હોય છે.
ભરૂચ જીલ્લા ની એક માત્ર જનરલ હોસ્પીટલ એટલે સિવિલ હોસ્પીટલ અને આ હોસ્પીટલ માં ભરૂચ જીલ્લા ના નવ તાલુકા ના લોકો વિવિધ રોગો ની સારવાર અર્થે આવતા હોય છે.પરંતુ ભરૂચ સિવિલ હોસ્પીટલ ના ખાળે ગયેલા વહીવટના કારણે ભરૂચ સિવિલ હોસ્પીટલ માં છ જેટલી કેસ બારીઓ છે પરંતુ કોમ્પ્યુટર ઓપરેટરો ના અભાવે માત્ર એક જ કેસ બારી ચાલુ રાખવામાં આવતા જીલ્લા ભર માંથી માંદગી માં સપડાયેલા દર્દીઓ પોતાની સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પીટલ માં આવતા હોય છે ત્યારે ભરૂચ સિવિલ હોસ્પીટલ ની કેસ બારી થી લઈ સિવિલ હોસ્પીટલ ના મુખ્ય ગેટ સુધી ની લોકો ની કતાર કેસ કઢાવવા માટે જામી રહી છે. ત્યારે સિવિલ હોસ્પીટલ ની એક જ કેસ બારી કેમ ચાલે છે તે બાબતે મીડિયા એ સિવિલ હોસ્પીટલ ના સિવિલ સર્જન જે.ડી.પરમાર ની મુલાકાત લેતા તેઓ એ જણાવ્યું હતું કે જીલ્લાભર ની વિધવા મહિલાઓ ને વિધવા સહાય અંગે જરૂરી વયમર્યાદા ના દાખલા મેળવવા માટે ઉમટી રહ્યા છે અને ભરૂચ જીલ્લા ના નવ તાલુકા ના લોકો નું સિવિલ હોસ્પીટલ ઉપર ભારે ધસારો રહેતો હોવાથી લોકો ની લાંબી કતારો જોવા મળી રહી છે.જોકે આ વિધવા સહાય ની વયમર્યાદા નો દાખલો જે તે તાલુકાઓ માં રહેલા સીએચસી તથા પીએચસી સેન્ટરો ઉપર થી મેળવવા નો હોય છે.
પરંતુ આ સેન્ટરો ઉપર થી તાલુકા ઓ માં દાખલો ન અપાતો હોવાના કારણે ભરૂચ જીલ્લા ની તમામ વિધવા મહિલાઓ આ દાખલો મેળવવા માટે સિવિલ હોસ્પીટલ માં જ ઉમટતા હોવાના કારણે પણ લોકો ની કતારો જોવા મળી રહી છે.જો કે ભરૂચ જીલ્લા ના તાલુકા માં સીએચસી તથા પીએચસી સેન્ટરો ઉપર થી જ આ દાખલો જે તે મહીલાને મળી શકે તે માટે આરોગ્ય અધિકારીને સિવિલ સર્જન લેખિત પત્ર લખી દાખલો સીએચસી અને પીએચસી સેન્ટર પર થી જ મળી જાય તે માટે રજૂઆત કરીશું. વધુ માં તેઓ એ જણાવ્યું હતું કે ભરૂચ માં હાલ ત્રણ ઋતુ નો લોકો અનુભવ કરી રહ્યા છે જેના કારણે લોકો વિવિધ રોગો માં સપડાય રહ્યા છે.બફારા તથા વરસાદ ના કારણે ઠંડી ના લીધે લોકો ને શરદી,ખાંસી અને તાવ જેવા રોગો માં સપડાય જતા રોજ ના લોકો મોટી સંખ્યા માં પોતાની સારવાર અર્થે આવતા હોય અને કેસ કઢાવવા માટે પણ કતાર માં ઉભા રહેવા નો વાળો આવે છે.જે આવનાર સમય માં લોકો ને અગવડતા ન પડે તે માટે વધુ કેસ બારીઓ ચાલુ કરવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.*