ભરૂચ L.C.B પોલીસે અંક્લેશ્વરના નવાગામ કરારવેલ પાસેથી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો એક વોન્ટેડ.
દારૂની ૩૬૪ બોટલો,અલ્ટો કાર અને મોબાઈલ મળી ૨,૦૨,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: પોલીસ મહાનિરિક્ષક અભય ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફ થી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તેમજ દારૂ અને જુગાર ની ગેરકાયદેસર ની પ્રવૃત્તિ અટકાવવા સુચના આપવામા આવેલ.
જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઈન્સ્પેકટર જે.એન.ઝાલા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના પો.સ.ઈ પી.એસ.બરંડા તથા વાય.જી.ગઢવી ટીમના પોલીસ માણસોએ કાર્યવાહી હાથ ધરેલ તે દરમ્યાન અંક્લેશ્વર તાલુકાના નવાગામ કરારવેલના કુખ્યાત બુટલેગર સતીષ ઉર્ફે ગાંડો ચંદુભાઈ વસાવાના દારૂની હેરાફેરી અંગેની મળેલ બાતમી હકીકત આધારે અંકલેશ્વર તાલુકાના સાગબારા ફાટક થી નવાગામ કરારવેલ તરફ જતા રોડ ઉપરથી એક મારૂતી અલ્ટો કાર નંબર જીજે ૧૬ બીબી ૭૧૭૨ માં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરના જથ્થા સાથે સચીનકુમાર પ્રકાશચંદ્ર દોશી ઉ.વ.૪૦ રહે,હાલ-ઝુબેરનગર,રમીલાબેન ઘીયાસીંગના ઘરે,રાજપીપળા ચોકડી પાસે,અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે.રાજપારડી બજાર ફળીયુ બેંક ઓફ બરોડા પાસે તા-ઝઘડીયા જી.ભરૂચ નાઓને ઝડપી પાડયો હતો અને બુટલેગર સતીષ ઉર્ફે ગાંડો ચંદુભાઈ વસાવા ને વોન્ટેડ જાહેર કરી અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન માં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પોલીસે અલ્ટો કાર માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૫૦ મી.લી તથા ૧૮૦ મી.લી ની બોટલો તથા ટીન બિયર મળી ૩૬૪ નંગ બોટલો ની કુલ કિંમત રૂપિયા ૪૬.૮૦૦,મારૂતી અલ્ટો કાર કિંમત રૂપિયા ૧.૫૦.૦૦૦ અને ૨ નંગ મોબાઈલ કિંમત રૂપિયા ૫૫૦૦ મળી કુલ ૨,૦૨,૨૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.